VIDEO: શું તમારું હૃદય સુરક્ષિત છે? આ 8 વાતો જાણી લો, નહીંતર થશે પસ્તાવો!
હાર્ટ એટેકના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે. WHO (વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન) ના અહેવાલ મુજબ, વિશ્વભરમાં સૌથી વધુ મૃત્યુનું કારણ કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ (હૃદય રોગ) છે. WHO અનુસાર, આમાંથી 85 ટકા મૃત્યુ હાર્ટ એટેક અને સ્ટ્રોકના લીધે થયા છે. એટલું જ નહીં, 70 વર્ષથી ઓછી ઉંમરમાં થયેલા કુલ મૃત્યુમાંથી 38 ટકા મોત હૃદયની બીમારીઓને કારણે થયા છે. આવા સમયે મનમાં એક જ સવાલ થાય છે કે હાર્ટ એટેક અને હૃદય રોગથી પોતાને કેવી રીતે બચાવવા?
WHOની માર્ગદર્શિકા: હાર્ટ એટેકથી બચવાના ઉપાયો
WHOના જણાવ્યા અનુસાર, મોટાભાગના હૃદય રોગોને જીવનશૈલીમાં સુધારો કરીને અને તેના જોખમી પરિબળો (Risk Factors)ને નિયંત્રિત કરીને અટકાવી શકાય છે. જેમ કે:
હાઇ બ્લડ પ્રેશર
હાઇ બ્લડ શુગર (ગ્લુકોઝ)
હાઇ કોલેસ્ટ્રોલ (લિપિડ પ્રોફાઇલ)
મોટાપો / વજન વધવું
જ્યારે આ બધા ફેક્ટર્સને કંટ્રોલ કરવામાં આવે, ત્યારે હૃદય રોગનું જોખમ ઘણું ઘટી જાય છે.
હૃદયને સ્વસ્થ રાખવા માટે આજથી જ છોડી દો આ 8 ટેવો
ડૉ.ના જણાવ્યા મુજબ, લોકો મોટે ભાગે માત્ર ડાયેટ અને એક્સરસાઇઝ પર ધ્યાન આપે છે, પરંતુ દૈનિક જીવનની કેટલીક ખરાબ ટેવો હૃદયને ભારે નુકસાન પહોંચાડે છે. જો તમારે હૃદયને હેલ્ધી રાખવું હોય તો આ 8 ટેવો છોડવી જરૂરી છે:
1. હાઇ બ્લડ પ્રેશરને અવગણવું
જો બ્લડ પ્રેશર કંટ્રોલમાં ન હોય, તો હૃદય માટે પમ્પિંગ કરવું મુશ્કેલ બની જાય છે. અણધારી રીતે વધેલું બીપી હાર્ટ એટેક, સ્ટ્રોક અને હાર્ટ ફેલિયરનું કારણ બને છે. તેથી નિયમિત બીપી ચેક કરાવવું જરૂરી છે.
2. સ્લીપ એપનિયા (Sleep Apnea)
જો કોઈને ઊંઘમાં શ્વાસ રોકાઈ જવાની કે ભારે નસકોરા બોલાવવાની તકલીફ હોય, તો તે માત્ર ઊંઘની સમસ્યા નથી. તેનાથી હૃદય પર ભારે દબાણ આવે છે અને હૃદય રોગનો ખતરો વધે છે.
3. હાઇ બ્લડ શુગર
જો શરીરમાં બ્લડ શુગર સતત વધારે રહેતું હોય, તો તે સમય જતાં રક્તવાહિનીઓને નુકસાન પહોંચાડે છે. ડાયાબિટીસ ડિટેક્ટ ન થયો હોય તો પણ હાઇ શુગર હૃદય માટે હાનિકારક છે.
4. અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ (Ultra-Processed Foods)
વધારે પડતા મીઠા વાળા પેક્ડ ફૂડ, અનહેલ્થી ફેટ્સ અને આર્ટિફિશિયલ શુગર કોલેસ્ટ્રોલને ઝડપથી વધારે છે. હૃદય માટે આ સૌથી ખતરનાક ખોરાક છે.
5. દિવસભર સતત બેસી રહેવું
નોકરી કે કામ એવું હોય જેમાં બેસી રહેવું પડે, પણ કલાકો સુધી સતત બેસી રહેવાની આદત હૃદય માટે ઝેર સમાન છે. દર કલાકે થોડું ચાલવાની ટેવ પાડો.
6. કલાકથી ઓછી ઊંઘ
જો તમે મોડે સુધી જાગો છો અને 7 કલાકથી ઓછી ઊંઘ લો છો, તો તે શરીરમાં સ્ટ્રેસ અને બ્લડ પ્રેશર બંને વધારે છે. આ સિવાય ઓછી ઊંઘ શરીરમાં સોજો (Inflammation) પણ વધારે છે.
7. માનસિક તણાવ (Stress)
દરેક વાતે તણાવ લેવો અને શરીરમાં કોર્ટિસોલ (Cortisol) હોર્મોનનું સ્તર ઊંચું રહેવું હૃદય સિસ્ટમ પર દબાણ લાવે છે. મનને રિલેક્સ રાખવા માટે મેડિટેશન, એક્સરસાઇઝ અને યોગ્ય આરામ લેવો ખૂબ જરૂરી છે.
8. સ્મોકિંગ અને નિકોટિન
સિગારેટ, વેપિંગ (Vapes) કે નિકોટિન પાઉચ જેવી ટેવો રક્તવાહિનીઓ (Blood Vessels) ને નુકસાન પહોંચાડે છે અને બ્લડ પ્રેશર વધારે છે, જેનાથી હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે.
નોંધ: આ આર્ટિકલ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે.

