Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / આરોગ્ય : If you want to save your heart, give up these habits today.

Health Tips : હૃદયને બચાવવા માંગતા હોય તો આજે જ છોડી દો આ આદતો 

Timeછેલ્લું અપડેટ : 16 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Health Tips : હૃદયને બચાવવા માંગતા હોય તો આજે જ છોડી દો આ આદતો 
સોર્સ : gstv

આજકાલ હૃદયના રોગો ઝડપથી વધી રહ્યા છે અને યુવાનો પણ તેના સકંજામાં આવી રહ્યા છે. તેથી હૃદયનું સ્વાસ્થ્ય જાળવવું ખૂબ જરૂરી છે. ચાલો જાણીએ કે નિષ્ણાતો શું કહે છે અને હૃદયને કેવી રીતે સ્વસ્થ રાખી શકાય. એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, હૃદય આપણા શરીરનું સૌથી મહત્વનું અંગ છે.તે લોહી પંપ કરીને શરીરના દરેક ભાગ સુધી ઑક્સિજન અને પોષક તત્ત્વો પહોંચાડે છે. જો હૃદય યોગ્ય રીતે કામ ન કરે, તો શરીરમાં થાક, નબળાઈ અને ગંભીર બીમારીઓ થઈ શકે છે. હેલ્ધી હાર્ટ એટલે કે હૃદય નિયમિત ધબકે,યોગ્ય રિધમમાં રહે અને પૂરતી શક્તિથી લોહી પંપ કરે. હૃદય તંદુરસ્ત રહેશે તો લાંબી આયુષ્ય મળે અને હાર્ટ એટેક, સ્ટ્રોક અને બ્લડ પ્રેશર જેવી બીમારીઓથી બચી શકાય.

App Store

હેલ્ધી હાર્ટ માટે કરો આટલું

હેલ્ધી ફૂડ લો

ફુડમાં તાજા ફળ, શાકભાજી, દાળ, ઓટ્સ અને નટ્સનો સમાવેશ કરો. જંક ફૂડ, વધારે તેલિયું અને તળેલું ખાવાનું ટાળો, જેથી હૃદય પર વધારાનો ભાર ન પડે.

દરરોજ કસરત કરો

રોજ ઓછામાં ઓછા 30 મિનિટ ચાલવું, યોગ કરવું અથવા સાયકલ ચલાવવી હૃદયને મજબૂત બનાવે છે. નિયમિત કસરત લોહીનું સંચાલન સુધારે છે અને તાણ ઘટાડે છે.

ધૂમ્રપાન અને દારૂથી દૂર રહો

સિગારેટ અને દારૂ હૃદયની નસોને નુકસાન પહોંચાડે છે અને બ્લડ પ્રેશર વધારશે. આ આદતો છોડવાથી હાર્ટ એટેક અને સ્ટ્રોકનો જોખમ ઘણો ઓછો થાય છે.

તણાવ ઓછો કરો

રોજ ધ્યાન, પ્રાણાયામ અથવા મેડિટેશન માટે થોડો સમય કાઢો. મનને શાંત રાખવાથી હૃદય પર તણાવ ઓછો પડે છે અને માનસિક સ્વાસ્થ્ય સુધરે છે.

નિયમિત હેલ્થ ચેકઅપ કરાવો

સમયાંતરે બ્લડ પ્રેશર, શુગર અને કોલેસ્ટ્રોલ ચેક કરાવવાથી હૃદયની સ્થિતિ વિશે સમયસર માહિતી મળે છે. શરૂઆતમાં જ સમસ્યા ઓળખી શકાય તો ગંભીર બીમારીથી બચી શકાય.

નોંધ: આ સમાચાર માત્ર તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.