Health Tips: શિયાળામાં જરૂર કરો આ વસ્તુનું સેવન, હંમેશા રહેશો નિરોગી

ભલે હજી બહુ ઠંડીનો અનુભવ નથી થતો, પરંતુ ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. આ કારણે મોટાભાગના લોકોને તાવ-શરદી અને ખાંસીની સમસ્યા શારૂ થઈ ગઈ છે. વાસ્તવમાં શિયાળામાં મોટાભાગના લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી પડવા લાગે છે. એટલે આ ઋતુમાં લોકોને તાવ, શરદી, ખાંસી અને કફનો સામનો કરવો પડે છે. એવામાં શિયાળાની નાની-નાની સમસ્યાઓથી બચવા માટે રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવી બહુ જરૂરી છે. ઈમ્યૂનિટીને બૂસ્ટ કરવા માટે પૌષ્ટિક ભોજન અને કસરત પર ધ્યાન આપવાની જરૂર હોય છે. જેનાથી તમે હંમેશાં ફિટ અને હેલ્ધી રહી શકો છો. હવે મોટાભાગના લોકોના મનમાં એ સવાલ હશે કે, ફિટ અને હેલ્ધી રહેવા માટે શિયાળામાં શું ખાવું જોઈએ? અથવા શિયાળામાં કયા ખોરાક શક્તિવર્ધક ગણાય છે?
શિયાળામાં શું ખાવું જોઈએ?
તુલસી અને મદ
શિયાળામાં તમે તુલસી અને મધનું સેવન કરી શકો છો. તુલસી અને મધને એકસાથે લેવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. તુલસી અને મધમાં રહેલ ઔષધીય ગુણ તમને ઠંડકના કારણે થતી બીમારીઓથી બચાવી શકે છે. આ માટે તમે તુલસીનું એક પાન લો અને તેને મધ સાથે ચાવી લો. તમે ઈચ્છો તો તુલસીનાં પાનનું પાણી પણ પી શકો છો.
બાજરીનો રોટલો
મોટાભાગના લોકોને શિયાળામાં બાજરીના રોટલા ખાવા ગમતા હોય છે. બાજરીના રોટલા શરીરને ગરમ કરવામાં મદદ કરે છે. સાથે-સાથે તેમાં પ્રોટીન, કેલ્શિયમ, ફાઈબર અને વિટામિન બી પણ હોય છે. તમે તમારા ઘરનાં બાળકો, મોટાં સૌને બાજરીનો રોટલો ખાઈ શકો છો. જેનાથી તમે શિયાળામાં પણ ફિટ રહેશો.
આદુ
આદુની તાસીર ગરમ હોય છે. સાથે-સાથે તે પાચનક્રિયાને પણ સારી કરે છે. એટલે જ શિયાળામાં આદુનું સેવન ચોક્કસથી કરવું જોઈએ. તમે આદુની ચા, પાણી કે ઉકાળાનું સેવન પણ કરી શકો છો. તાવ-શરદી થાય એટલે પણ તમે આદુના રસનું સેવન કરી શકો છો.
સૂકા મેવા
આમ તો સૂકામેવાનું સેવન દરેક સિઝનમાં કરવું જોઈએ. પરંતુ શિયાળામાં સૂકામેવા ખાવાથી શરીરને પૂરતા પ્રમાણમાં એનર્જી મળી શકે છે. સૂકામેવા ગરમ હોય છે, તેનાથી શરીરમાં ગરમાવો રહે છે અને તાવ-શરદીથી બચાવ થાય છે. તમે બદામ, કિશમિશ, મગફળી, કાજુ અને અખરોટ વગેરેનું સેવન કરી શકો છો. આ સિવાય અંજીર, ખજૂર ખાવાં પણ ફાયદાકારક રહે છે.
લસણ
લસણનું સેવન કરવાથી શિયાળામાં ગરમાવો મળે છે. તમે લસણનો તમારા ભોજનમાં સમાવેશ કરી શકો છો, લસણનો સૂપ, ચટણી કે અથાણું પણ ખાઈ શકો છો. આ સિવાય તમે લસણની 1-2 કળી સવારે ખાલી પેટે પણ ખાઈ શકો છો. લસણ શરીરની ઈમ્યૂનિટી વધારે છે, શિયાળામાં તમને લસણ હેલ્ધી રાખે છે. લસણ ખાવાથી વિંટર ઈન્ફેક્શનથી બચાવ થાય છે.
ગોળ
શિયાળામાં મોટાભાગના લોકો ગોળનું સેવન કરે છે. ગોળની તાસીર ગરમ હોય છે, સાથે-સાથે તેમાં ભરપૂર પોષકતત્વો પણ હોય છે, એવામાં જો તમે શિયાળામાં ગોળનું સેવન કરશો તો, તેનાથી ઠંડકથી તમારો બચાવ થશે, તમે ગોળની ચા, ગોળના લાડુ વગેરેનું પણ સેવન કરી શકો છો.
સૂપ
શિયાળામાં સૂપ પીવો ખૂબજ ફાયદાકારક ગણાય છે. તમે ટામેટાનો સૂપ, બ્રોકલીનો સૂપ, બીન્સ સૂપ, વેજિટેબલ સૂપ, ડુંગળીનો સૂપ, ચિકન સૂપ વગેરેનું સેવન પણ કરી શકો છો. સૂપમાં એન્ટીઑક્સિડેન્ટ્સ, એન્ટીઈંફ્લેમેટરી ગુણ હોય છે. એવામાં જો તમે શિયાળામાં નિયમિત રૂપે સૂપનું સેવન કરશો તો તમને ભરપૂર એનર્જી મળશે. તમે ફિટ અને હેલ્ધી પણ રહેશે.
લીલાં શાક
શિયાળામાં બજારમાં ઘણાં લીલાં શાકભાજી મળે છે. તમારી ઈમ્યૂનિટી બૂસ્ટ કરવા માટે સિઝનલ શાકભાજીનું સેવન કરવું જોઈએ. શિયાળામાં ઋતુમાં પાલક, મેથી, સરસોનું સાગ, બથુઆ વગેરેનું સેવન કરી શકાય છે. શિયાળામાં તમારા ડાયટમાં લીલાં શાકનો ચોક્કસથી સમાવેશ કરવો જોઈએ.
નોંધ: આ સમાચાર માત્ર તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.

