Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / આરોગ્ય : These home remedies will prove to be a panacea for common digestive problems

Health Tips: પાચનક્રિયાની સામાન્ય તકલીફોમાં રામબાણ સાબિત થશે આ ઘરગથ્થુ ઉપચારો

Timeછેલ્લું અપડેટ : 16 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Health Tips: પાચનક્રિયાની સામાન્ય તકલીફોમાં રામબાણ સાબિત થશે આ ઘરગથ્થુ ઉપચારો
સોર્સ : GSTV

- મીનાક્ષી તિવારી

App Store

પાચનક્રિયાની તકલીફમાં કબજિયાત, પેટમાં દુખાવો, ગેસ થવો, વારંવાર જુલાબ થવા જેવી સામાન્ય તકલીફો થતી હોય છે. જેનો ઘરગથ્થુ ઇલાજ કરીને છુટકારો પામી શકાય છે. 

લીંબુ અને હુંફાળા પાણીનું મિશ્રણ

સવારે નયણા કોઠે હુંફાળા પાણીમાં લીંબુ નીચોવવું અથવા તો એક ચપટી બેકિંગ સોડા ભેળવી પીવું. 

અજમો અને વરિયાળી

અજમાને પાણીમાં ઉકાળી પીવું અથવા તો ભોજન પછી વરિયાળી ખાવાથી ગેસ અને એસિડિટી ઓછા થાય છે. 

છાશ અને દહીં

તેમાં પ્રોબાયોટિક્સ હોય છે જે પાચનક્રિયાને સુધારે છે. છાશમાં અજમો ભેળવીને પીવાથી તકલીફમાં રાહત થાય છે. 

આદુ

આદુના સેવનથી કબજિયાત, સોજો અને આંતરડામાં ગેસના ભરાવાથી રાહત મળે છે. આદુની ચા અથવા તો આદુને પાણીમાં ઉકાળીને પીવું. અથવા તો એક નાના ટુકડા આદુ પર મીઠું લગાવીને ચાવવું. 

હળદર

ગરમ દૂધ અથવા પાણીમાં હળદર ભેળવીને પીવાથી તેમાં સમાયેલા એન્ટી-ઇન્ફલેમેટરી ગુણ પાચનક્રિયામાં મદદ કરે છે. 

ફુદીનો

ફુદીનાની પેસ્ટ કરી તેને પાણી અને સંચળ સાથે ભેળળી પીવાથી ગેસથી રાહત થાય છે. 

લસણ

લસણ પાચનક્રિયાની તકલીફમાં સુપરફૂડ માનવામાં આવે છે. લસણને કાચું ખાવાથી કે પછી લસણના તેલનો ઉપયોગ પાચન સંબંધી તકલીફોને દૂર કરે છે. આંતરડામાં ઇન્ફેકશન માટે લસણની એક-બે કાચી  ખાવાથી બેકટેરિયાથી લડવામાં મદદ મળે છે. લસણના તેલમાં જીવાણુરોધી અને સોજનરોધી ગુણ હોય છે જે આંતરડાને સ્વાસ્થ્ય સુધારે છે. 

એલોવેરા

એલોવેરા એક હર્બલ ઉપચારનું જેલ અથવા જ્યૂસ તરીકે લેવાથી ફાયદો થાય છે. નિયમિત એક-બે  ચમચો એલોવેરાનો જ્યૂસ પીવાથી અથવા તો જેલને પાણીમાં ભેળવીને પીવાથી સોજો ઓછો થાય છે, ઘાને રુઝવવામાં મદદ કરે છે. 

તજ

સંશોધનોથી પુરવાર થયું છે કે, તજમાં આંતરાડના ઇન્ફેકશન તેમજ જઠરની તકલીફથી રાહત આપવાના ગુણ રહેલા છે. તજનું સેવન પાણીમાં ઉકાળીને કરવું. અડધો ચમચો તજના પાવડરને ગરમ પાણી અથવા ચા સાથે ભેળળીને પીવાથી ઇન્ફેકશનમાં રાહત થાય છે. આંતરડાનો સોજો ઊતરે છે અને પાચનસંબંધી સમસ્યાઓના ઇલાજમાં મદદ કરે છે. 

મધ

મધનું સેવન સાદા અથવા હુંફાળા પાણીમાં ભેળળીને કરવાથી ફાયદો થાય છે. તેમાં જીવાણુરોધી અને સોજાને ઓછો કરવાના ગુણ ગુણ હોય છે. 

ઈસબગુલ

ઈસબગુલમાં કબજિયાતથી રાહત આપવાના ગુણ છે. આંતરાડામાંના ઇન્ફેકશનને દૂર કરે છે.

કેળા

કેળા પેટ માટે હળવા હોય છે. તેનું સેવન કબજિયાત તેમજ ગેસના ભરાવાથી રાહત આપે છે. 

ગરમ પાણીનો સેક

ગરમ પાણીનો અથવા તો ઇલેકટ્રીક સેક કરવાથી સોજામાં રાહત થાય છે. 

મિસરી અને વરિયાળીનું પાણી

મિસરી અને વરિયાળીના સેવનથી પેટમાં ભરાયેલા ગેસ અને એસિડિટીમાં રાહત મળે છે. 

પાણીના સેવનનું પ્રમાણ વધારવું

પર્યાપ્ત માત્રામાં પાણી પીવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે. તેમજ પર્યાપ્ત માત્રામાં પાણીના સેવનથી શરીરના વિષાણુ તત્વ બહાર નીકળે છે. 

જીરૂ

પાણીમાં જીરૂ અને અજમો ભેળવીને પીવાથી ગેસથી છુટકારો મળે છે અને પાચનમાં સુધારો થાય છે. 

લીલી એલચી

લીલી એલચી પાચનતંત્રને શાંત કરે છે. ગેસના ભરાવાને ઓછો કરે છે. ભોજન પછી લીલી એલચી ખાવાથી રાહત થાય છે.