Health Tips : બાળકોની છાતીમાં કફ જામી ગયો છે તો આ ઉપાય કરો, આનાથી મળશે રાહત

ઠંડીની સિઝનમાં બાળકોને ખાંસી અને કફની સમસ્યા વધારે થતી હોય છે. છાતીમાં કફ જામવાને કારણે બાળકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. આ કારણે ઘણીવાર બેચેની, ચીડિયાપણું તેમજ ઊંઘ ન આવવાની સમસ્યા રહેતી હોય છે. આ પરિસ્થિતિમાં સામાન્ય રીતે ડોક્ટર પાસે જવું પડે છે. આમ, તમે કેટલાક ઘરેલુ ઉપાયો અજમાવીને રાહત મેળવી શકો છો. આ ઉપાયોથી બાળકોને રાહત થશે અને સાથે રિલેક્સ પણ ફીલ કરશે. તો જાણો આ અસરકારક ઉપાયો વિશે.
આ રીતે રાહત મેળવો
સરસિયાનાં તેલથી માલિશ કરો
સરસિયાનાં તેલમાં લસણ, કાળી મરી, લવિંગ, મેથી અને અજમો નાખીને ગરમ કરો. ત્યારબાદ તેલ થોડું ઠંડુ થાય એટલે બાળકની છાતી અને પીઠ પર હળવા હાથે માલિશ કરો. આમ કરવાથી છાતીમાં જામેલો કફ સરળતાથી છુટ્ટો પડી જાય છે. આ કારણે શ્વાસ લેવામાં તકલીફ પડતી નથી.
તુલસીનો ઉકાળો
તમારું બાળક 3 વર્ષ કરતા મોટું છે તો તમે તુલસીનો ઉકાળો પીવડાવો. આ માટે તુલસીનાં પાન, સામાન્ય સાકર અને પાણી લઇને ઉકાળી લો. ત્યારબાદ આ સામાન્ય હુંફાળુ થાય એટલે ઠંડુ કરો અને પછી પીઓ. આ ઉકાળો પીવાથી છાતીમાં જમા થયેલો કફ છૂટો પડે છે અને રાહત થાય છે. તુલસીનો ઉકાળો તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. ખાસ ધ્યાન રાખો કે વધારે માત્રામાં તુલસીનો ઉકાળો બાળકને પીવડાવવાનું નથી.
લવિંગનું પાણી
બાળકને ખાંસી સાથે કફની સમસ્યા છે તો તમે લવિંગનું પાણી પીવડાવી શકો છો. આ વર્ષો જૂનો નુસખો છે. પરંતુ વધારે માત્રામાં પાણી પીવડાવવાનું નથી.
કાચી હળદર અને આદુ વાળુ દૂધ
કાચી હળદર અને આદુને દૂધમાં નાખીને ગરમ કરો. આ દૂધ બે મિનિટ માટે ઉકાળો અને પછી ઠંડુ કરો. આ દૂધ સામાન્ય હુંફાળુ થાય એટલે બાળકને પીવડાવો. આ દૂધ પીવાથી ખાંસી અને કફમાંથી રાહત મળી શકે છે. આદુ અને હળદર પ્રાકૃતિક એન્ટી બાયોટિકની જેમ કામ કરે છે જેનાં કારણે સ્વાસ્થ્યને ફાયદો થાય છે. આમ, તમે આ નુસખા ઠંડીમાં કરો છો તો બાળકને રાહત થાય છે.

