Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / આરોગ્ય : Easy ways to avoid serial ENT infections in monsoon

Sahiyar: મોન્સુનમાં ENTના સીરિયલ ઇન્ફેક્શન્સથી બચવાના સહેલા ઉપાયો

Timeછેલ્લું અપડેટ : 05 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Sahiyar: મોન્સુનમાં ENTના સીરિયલ ઇન્ફેક્શન્સથી બચવાના સહેલા ઉપાયો
સોર્સ : GSTV

ચોમાસા (મોન્સૂન) દરમિયાન હવામાં વધી જતો ભેજ, બંધિયાર પાણી અને વાયરસના ઉપદ્રવને કારણે બાળકો અને વયસ્કોને કાન, નાક અને ગળા (ઈએનટી)માં ઇન્ફેક્શન્સ થવાની શક્યતા વધી જાય છે. ઇએનટી સર્જન્સ કહે છે કે તમે સમયસર કાળજી લો અને હાઇજિન જાળવો તો પીડા અને કોમ્પ્લીકેશન્સથી બચી શકો છો. ચોમાસામાં ઠંડો પવન વાય અને રિમઝિમ બારિશનું વાતાવરણ હોય એટલે સૌને ગમે, પરંતુ આ જ ઋતુમાં કાન, નાક અને ગળા (ઈએનટી)ના ઇન્ફેકશન્સ વધી જાય છે. હવામાં ભેજની ટક્કાવારી વધતા, તાપમાનમાં અવારનનવાર વધારો-ઘટાડો થતા અને દુષિત પાણી અને હવાની શક્યતા ઊભી થતા ઇએનટીના રોગોમાં ઉછાળો આવે છે.

App Store

મોન્સૂનના મહિનાઓમાં ઇએનટીની સૌથી સામાન્ય સમસ્યાઓમાં કાનના ઇન્ફેક્શન્સ, ગળામાં સોજો અને શ્વસનતંત્રના ઉપલા ભાગમાં ઇન્ફેશન્સનો સમાવેશ થાય છે. ખાસ કરીને ૪-૧૫ વરસના બાળકોની રોગપ્રતિકાર શક્તિ (ઇમ્યુન સિસ્ટમ્સ) હજુ વિકસતી હોવાથી એમને આ વ્યાધિઓ થવાની શક્યતા વધુ રહે છે. નાના બાળકોને ડે કેર કે સ્કૂલમાં ઇન્ફેક્શન્સ લાગી શકે છે. જ્યારે જેમને એલર્જી, અસ્થમાની તકલીફ હોય અને ઇમ્યુન સિસ્ટમ નબળી હોય એવા ૨૫-૨૬ વય જુથના વયસ્કોને પણ અવારનવાર આ પ્રોબ્લેમ્સનો સામનો કરવો પડે છે.

કાનના ઇન્ફેક્શન્સ મોટાભાગે કાનની નલિકામાં ભેજ જવાથી થાય છે. ભેજ બેક્ટેરિયા કે ફુગની માટે ઉછેરકેન્દ્ર જેવો બની રહે છે. મેડિકલ જારગોનમાં એને સ્વિમર્સ ઇયર કહેવાય છે કારણ કે તરવૈયાઓના કાનમાં પાણી રહી જવાની સંભાવના વધુ હોય છે. વાયરસ કે  બેક્ટેરિયાના સંપર્કમાં આવવાથી ગળામાં સોજો આવવો પણ કોમન છે. એમાંથી તાવ આવે છે, ગળવામાં તકલીફ પડે છે અને ગ્રંથીઓમાં સોજા આવી જાય છે. જ્યારે નાકનો પેસેજ બ્લોક થવાની સાયનસ ઇન્ફેક્શન્સ થાય છે એમાં દર્દીને માથુ દુખે છે, ચહેરાના ભાગમાં પીડા થાય છે અને શ્વાસ રુધાય છે.

જો કે કાન, નાક અને ગળાને મોન્સૂનમાં સુરક્ષિત રાખવાના ઉપાયો સહેલા અને હાથવગા છે એટલે ગભરાવાની જરૂર નથી.

ઇએનટી ઇન્ફેક્શન્સથી બચવાની ટિપ્સ

૧) સૌથી પહેલી અને મહત્ત્વની વાત એ કે કાનમાં વરસાદનું પાણી જવા ન દેવું. ચોમાસામાં ભીંજાયા હોઈએ તો કાનમાંથી પાણી તરત લુછી નાખવું.

૨) ભારે વરસાદ પડતો હોય ત્યારે ઇન્ફેક્શનનું જોખમ ટાળવા નાના બાળકોને બને એટલા વધુ ઘરમાં જ રાખવા.

૩) ગિર્દીવાળા વિસ્તારોમાં મોઢા પર ક્લિન માસ્ક પહેરી રાખો, ઠંડા પીણા લેવાનું ટાળો અને ધૂળિયા કે ભારેખમ વાતાવરણથી દૂર રહો કારણ કે એમાં જ સાયનસ અને ગળાના ઇન્ફેક્શન્સ લાગે છે.

૪) સંતુલિત આહાર લઈ શરીરની ઇમ્યુનિટીને બળકટ બનાવો, પુરતી ઉંઘ લો અને બોડીમાં હાયડ્રેશન (પાણીનું પ્રમાણ) જાળવો. પુરતું પાણી પીવાની ટેવ કેળવો.

૫) ચોમાસામાં ગળા કે કાનમાં દુખાવો થાય અને ઘરગથ્થુ ઉપચારથી ૨-૩ દિવસમાં ન મટે તો ઇએનટી સર્જનને કન્સલ્ટ કરો. એમાં વિલંબ ન કરી ક્રોનિક સાયનસ કે શ્રવણશક્તિ ઓછી થવા જેવી ગંભીર તકલીપોથી બચી શકાય છે.

- રમેશ દવે