Gen-Zનો નવો સ્વેગ! કોલેજ અને ઓફિસમાં ટ્રેન્ડી બન્યો Gen-Z નો નવો અવતાર

જનરેશન-ઝી (Gen-Z) માટે ફેશન હવે તદ્દન બદલાઈ ગઈ છે. કેટલાક વર્ષો પહેલાં શ્રાવણ દરમિયાન મહિલાઓ અને યુવતીઓ પરંપરાગત સાડી કે સલવાર સુટ પહેરવાનું વધારે પસંદ કરતી હતી. પરંતુ હવે Gen-Z ની ફેશનમાં જૂની અને નવી સ્ટાઇલનો સુંદર સમન્વય જોવા મળી રહ્યો છે. આજની યુવા પેઢી એવા આઉટફિટ ઇચ્છે છે જે ટ્રેડિશનલ હોવાની સાથે ઈન્સ્ટાગ્રામ પર ટ્રેન્ડી પણ દેખાય. આ જ કારણે એ-લાઇન કુર્તીઓને વાઇડ-લેગ જીન્સ, પ્લાઝો કે કાર્ગો પેન્ટ સાથે પેર કરવામાં આવી રહી છે. બીજી તરફ શોર્ટ કુર્તી સાથે હાઇ-વેસ્ટ ડેનિમ અને વ્હાઇટ સ્નીકર્સનું કોમ્બિનેશન કોલેજ અને ઓફિસ બંને જગ્યાએ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે.
ફ્યુઝન સ્ટાઇલમાં ક્રોપ ટોપ અને ટ્રેડિશનલ સ્કર્ટની ચર્ચા
લાંબી ફ્લેર્ડ સ્કર્ટ સાથે એમ્બ્રોઇડરી વાળું કે પ્લેન ક્રોપ ટોપ પહેરવાનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. તેની ઉપર હળવો દુપટ્ટો કે શ્રગ ઉમેરીને શ્રાવણના માહોલ મુજબ પરફેક્ટ લુક તૈયાર કરી શકાય છે.
સ્નીકર્સે બદલી એથનિક ફેશનની તસવીર
પહેલાં એથનિક ડ્રેસ સાથે માત્ર સેન્ડલ કે જૂતી પહેરવામાં આવતી હતી, પણ હવે સફેદ સ્નીકર્સ સૌથી પહેલી પસંદ બની ગયા છે. આનાથી લુક સ્ટાઇલિશ દેખાય છે અને આખો દિવસ આરામદાયક પણ રહે છે. કોલેજ ફેસ્ટ, ઓફિસ સેલિબ્રેશન કે શ્રાવણના મેળાઓમાં આ કોમ્બિનેશન ખૂબ જોવા મળી રહ્યું છે.
સ્ટેટમેન્ટ જ્વેલરીથી મળી રહ્યો છે યુનિક લુક
ભારે ગોલ્ડ જ્વેલરીની જગ્યાએ હવે ઓક્સિડાઇઝ્ડ સિલ્વર નેકલેસ, ઝુમકા, કડાં અને રિંગ્સ વધુ પસંદ કરાઈ રહ્યા છે. આ જ્વેલરી લગભગ દરેક કલરના આઉટફિટ સાથે મેચ થઈ જાય છે અને ખિસ્સા પર પણ ભારે નથી પડતી.

