Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / સૌંદર્ય : Use this oil to remove white hair

Hair Care Tips : સફેદ વાળ દૂર કરવા આ તેલનો કરો ઉપયોગ, વાળ થશે જાડા અને લાંબા

Timeછેલ્લું અપડેટ : 31 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Hair Care Tips : સફેદ વાળ દૂર કરવા આ તેલનો કરો ઉપયોગ, વાળ થશે જાડા અને લાંબા
સોર્સ : Google

વધતા વજનની જેમ યુવાનોમાં આજે સફેદ વાળની સમસ્યા વધુ જોવા મળે છે. ખરાબ ખાનપાનની આદત અને અનિયમિત જીવનશૈલીના કારણે યુવાનોમાં વય પહેલા વાળ સફેદ થવા લાગે છે. વાળ વહેલા સફદ થવાનું કારણ શરીરમાં વિટામિનની ઉણપ પણ હોઈ શકે છે. દૈનિક આહારમાં સંતુલિત ભોજન લઈને તમે સફેદ વાળની સમસ્યા દૂર કરી શકો છો. આ ઉપરાંત તમે આ ઘરેલુ ઉપચારથી પણ કાળા વાળને સફેદ થતા રોકી શકો છો. સફેદ વાળની સમસ્યા દૂર કરવા નાળિયેર તેલનો ઉપયોગ શ્રેષ્ઠ ઉપચાર રહેશે. આ નારિયેળ તેલ વાળના મૂળ સુધી પહોંચે છે અને તેને પોષણ આપે છે અને વાળને થતા નુકસાનને અટકાવે છે. 

App Store

નાળિયેર તેલમાં કેટલીક વસ્તુઓ ભેળવીને લગાવવાથી સફેદ વાળ મૂળમાંથી કાળા થઈ શકે છે. વધુ આશ્ચર્યજનક વાત એ છે કે આ ઘરેલુ નુસ્થા વાળના વિકાસમાં પણ વધારો કરે છે, અને તે સમય જતાં વાળને જાડા અને ચમકદાર પણ બનાવે છે.

નાળિયેર તેલની સાથે આમળા પાઉડર, લીમડા અને મેથીના દાણા લેવામાં આવે તો આશ્ચર્યજનક રીતે ફાયદો થશે. તમે આ ખાસ તેલ બનાવી માથામાં તેની માલિશ કરો અને 12 કલાકથી વધુ વાળમાં આ ખાસ તેલને રહેવા દો.

મેથીના દાણામાં ફોલિક એસિડ, વિટામિન A, K, C અને ખનિજો હોય છે, જે વાળના વિકાસને પ્રોત્સાહન આપે છે. જ્યારે લીમડાના પાનમાં બીટા કેરોટીન અને પ્રોટીન હોય છે, જે વાળના કુદરતી રંગને જાળવી રાખવામાં મદદ કરે છે.

નાળિયેર તેલમાં આમળા પાવડરનો ઉપયોગ વાળમાં ચમત્કારિક પરિણામ આપશે. તેમાં વિટામિન સી અને એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર હોય છે. તે વાળને કાળા અને મજબૂત પણ બનાવે છે

આ તેલને સપ્તાહમાં બે થી ત્રણ વાર ઉપયોગ કરવાથી સ્કાલપને પોષણ મળશે અને તમારા વાળ કાળા અને લાંબા તો થશે સાથે જ ગ્રોથ પણ વધશે. 2-3 મહિના સુધી સતત તેનો ઉપયોગ કરવાથી સારા પરિણામો મેળવી શકશો.

ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.