Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / સૌંદર્ય : Repeated hair coloring can cause serious damage

Hair Care Tips / વારંવાર હેર કલર કરાવવો પડશે ભારે, સુંદરતાના ચક્કરમાં વાળને થઈ શકે છે નુકસાન

Timeછેલ્લું અપડેટ : 23 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Hair Care Tips / વારંવાર હેર કલર કરાવવો પડશે ભારે, સુંદરતાના ચક્કરમાં વાળને થઈ શકે છે નુકસાન
સોર્સ : GSTV

આજકાલ, હેર કલર કરવો એક ફેશન બની ગઈ છે. કેટલાક લોકો સફેદ વાળ છુપાવવા તો કેટલાક લોકો નવો લુક મેળવવા માટે હેર કલર કરાવેછે. કલાકો સુધી પાર્લરમાં બેસીને મનપસંદ કલર કરાવવો અને પછી તે તમારા મિત્રોને બતાવવો, આ બધું ખૂબ સારું લાગે છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે કેમિકલવાળા હેર કલરનો વારંવાર ઉપયોગ તમારા વાળ માટે કેટલો નુકસાનકારક હોઈ શકે છે? ચાલો અમે તમને તેના વિશે જણાવીએ.

App Store

વાળને કેવી રીતે નુકસાન થાય છે?

હેર કલરમાં એમોનિયા અને પેરોક્સાઈડ જેવા ઘણા ખતરનાક કેમિકલ હોય છે. જ્યારે તમે કલર લગાવો છો, ત્યારે આ કેમિકલ વાળના ઉપરના સ્તર (ક્યુટિકલ) ને ખોલે છે જેથી રંગ વાળની ​​અંદર સુધી પહોંચી શકે. આ પ્રક્રિયા તમારા વાળને ડ્રાય અને નબળા બનાવે છે.

આમ સતત કરવાથી, વાળ તેમનું કુદરતી ભેજ ગુમાવે છે અને નિર્જીવ દેખાવા લાગે છે. ધીમે ધીમે વાળ એટલા નબળા થઈ જાય છે કે તે ખરવા લાગે છે. ક્યારેક તેનાથી સ્કેલ્પ પર એલર્જી અને ખંજવાળ પણ થઈ શકે છે.

હેર કલર કરવા માંગતા હોવ તો શું કરવું?

આનો અર્થ એ નથી કે તમારે હેર કલર બિલકુલ ન કરાવવો જોઈએ. તમે કેટલીક બાબતો ધ્યાનમાં રાખીને તમારા વાળને સુરક્ષિત કરી શકો છો.

કુદરતી વિકલ્પો પસંદ કરો: આજકાલ, બજારમાં ઘણા હર્બલ અને કુદરતી હેર કલર ઉપલબ્ધ છે જેમાં ઓછા હાનિકારક કેમિકલ હોય છે. તમે મહેંદી અથવા હર્બલ પાવડર જેવી કુદરતી વસ્તુઓનો પણ ઉપયોગ કરી શકો છો.

કોઈ પ્રોફેશનલની સલાહ લો: જો તમે કેમિકલવાળા હેર કલર કરાવવા માંગતા હોવ, તો તે ફક્ત સારા પ્રોફેશનલ દ્વારા જ કરાવો. તેઓ યોગ્ય પ્રોડક્ટ્સ અને ટેકનીકનો ઉપયોગ કરે છે.

ગેપ રાખો: વારંવાર હેર કલર કરાવવાનું ટાળો. બે વખત હેર કલર કરાવવા વચ્ચે ઓછામાં ઓછા 3-4 મહિનાનો ગેપ જરૂર રાખો.

યોગ્ય કાળજી લો: હેર કલર કરાવ્યા પછી વાળની ​​સંભાળ રાખવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. કલર-સેફ શેમ્પૂ અને કન્ડિશનરનો જ ઉપયોગ કરો. અઠવાડિયામાં એકવાર હેર માસ્ક લગાવો અને તેલથી મસાજ કરો.

ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.