Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / સૌંદર્ય : Homemade hair mask to reduce hair fall and dandruff

Hair Care Tips / હેરફોલ-ડેન્ડ્રફ કે ગ્રોથનું ટેન્શન છે? વાળની બધી સમસ્યાઓનો અંત લાવશે આ બે માસ્ક

Timeછેલ્લું અપડેટ : 26 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Hair Care Tips / હેરફોલ-ડેન્ડ્રફ કે ગ્રોથનું ટેન્શન છે? વાળની બધી સમસ્યાઓનો અંત લાવશે આ બે માસ્ક
સોર્સ : GSTV

વધતા પ્રદૂષણ અને ખરાબ ખાવાની આદતોની સીધી અસર લોકોના વાળ પર દેખાય છે. આના કારણે, મોટાભાગના લોકો વાળ ડ્રાય થવા, હેરફોલ, ડેન્ડ્રફ અને સ્પ્લિટ એન્ડ્સથી પરેશાન થઈ રહ્યો છે. આજના સમયમાં, આ બધી સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે.

App Store

ઘણા લોકો માને છે કે મોંઘા હેર કેર પ્રોડક્ટ્સથી તેમને ફાયદો મળશે, પરંતુ કેમિકલવાળા પ્રોડક્ટ્સની ક્યારેક વધુ અસર નથી જોવા મલ્ટી, તેનાથી વિપરીત, તે વાળને નુકસાન પણ પહોંચાડી શકે છે. આવી સ્થિતિમાં, જો તમે ઘરે બનાવેલા કુદરતી હેર માસ્ક ટ્રાય કરવા માંગતા હોવ, તો આ લેખ તમારા માટે છે. અહીં જણાવેલા આ બે હેર માસ્કથી વાળની ઘણી સમસ્યાઓનો ઉકેલ લાવી શકે છે.

દહીં અને મેથીનો માસ્ક

આ હેર માસ્ક બનાવવા માટે, તમારે 2 ચમચી દહીં, 1 ચમચી મેથી પાવડર અથવા આખી રાત પલાળેલી મેથી અને 1 ચમચી લીંબુના રસની જરૂર પડશે.

હેર માસ્ક બનાવવાની રીત

હસૌથી પહેલા બધી સામગ્રી મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પછી, આ પેસ્ટને તમારા વાળના છેડાથી સ્કેલ્પ સુધી લગાવો. હવે તેને ઓછામાં ઓછા એક કલાક માટે રહેવા દો. નિર્ધારિત સમય પછી તેને હળવા શેમ્પૂથી ધોઈ લો. આનાથી તમારા વાળને ચોક્કસ ફાયદો થશે.

આ ફાયદા મળશે

  • ડેન્ડ્રફ ઓછો થાય છે.
  • વાળ ખરતા અટકાવે છે.
  • સ્કેલ્પને ઠંડક આપે છે.

એલોવેરા જેલ અને આમળાનો માસ્ક

આ હેર માસ્ક બનાવવા માટે, તમારે 2 ચમચી એલોવેરા જેલ, 1 ચમચી આમળા પાવડર અને 1 ચમચી નાળિયેર તેલની જરૂર પડશે.

હેર માસ્ક બનાવવાની રીત

આ હેર માસ્ક બનાવવા માટે, સૌ પ્રથમ બધી સામગ્રી મિક્સ કરીને પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટને તમારા વાળના મૂળમાં સારી રીતે લગાવો અને હળવા હાથે માલિશ કરો. તમે તેને ઓછામાં ઓછા એક કલાક સુધી આ રીતે રાખી શકો છો. એક કલાક પછી, જ્યારે તમે તમારા વાળ ધોશો, ત્યારે તેની અસર દેખાશે.

આ ફાયદા મળશે

  • હેર ગ્રોથ ઝડપી થાય છે.
  • વાળને કુદરતી ચમક મળે છે.
  • વાળ ખરતા અટકાવે છે અને તેને જાડા બનાવે છે.

ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.