Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / સૌંદર્ય : Follow these 5 Japanese methods to get shiny and smooth hair

Hair Care Tips / હાથમાં નહીં ફસાય તમારા વાળ, આ 5 જાપાની પદ્ધતિઓથી મેળવો સ્મૂધ અને શાઈની હેર

Timeછેલ્લું અપડેટ : 28 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Hair Care Tips / હાથમાં નહીં ફસાય તમારા વાળ, આ 5 જાપાની પદ્ધતિઓથી મેળવો સ્મૂધ અને શાઈની હેર
સોર્સ : Google

જાપાની લોકોની ત્વચા જ નહીં પરંતુ તેમના વાળ પણ ખૂબ જ હેલ્ધી, સિલ્કી અને શાઈની હોય છે. ઘણા લોકો ઈચ્છે છે કે તેમના વાળ પણ જાપાનીઓ જેટલા સુંદર હોય. હેલ્ધી વાળ મેળવવા એટલા મુશ્કેલ નથી જેટલા લોકો વિચારે છે. જાપાની લોકો તેમના રૂટિનનમાં કેટલીક એવી આદતો અપનાવે છે, જેના કારણે તેમની ત્વચા તેમજ વાળ હેલ્ધી રહે છે. આમાં વાળ કોમ્બ કરવાની રીતથી લઈને હેલ્ધી ડાયટ સુધીની વસ્તુઓ  શામેલ છે.

App Store

જાપાની લોકો તેમના વાળની ​​ખૂબ સારી રીતે સંભાળ રાખે છે. તો જો તમે પણ તમારા વાળને કુદરતી રીતે શાઈની અને સ્મૂધ બનાવવા માંગો છો, તો આ લેખ તમારા માટે છે. અહીં અમે તમને જાપાની લોકોના તે 5 રહસ્યો જણાવીશું, જેને ફોલો કરીને તમે પણ હેલ્ધી વાળ મેળવી શકશો.

લાકડાના કાંસકાનો ઉપયોગ કરો

જાપાની લોકો તેમના વાળ માટે લાકડાના કાંસકોનો ઉપયોગ કરે છે. તેઓ દિવસમાં ઘણી વખત તેમના વાળ કોમ્બ કરે છે. લાકડાનો કાંસકો વાળના કુદરતી તેલને મૂળ સુધી પહોંચાડવામાં મદદ કરે છે. આનાથી વાળ શાઈની બને છે. તે બ્લડ સકર્યુલેશનમાં પણ વધારો કરે છે અને વાળનો વિકાસ સારો થાય છે. જાપાનમાં મોટાભાગના લોકો tsuge (બોક્સવુડ) કાંસકાનો ઉપયોગ કરે છે.

કેમેલિયા તેલનો ઉપયોગ

જાપાનમાં કેમેલીયા તેલનો ઉપયોગ લાંબા સમયથી કરવામાં આવે છે. તે ત્વચા અને વાળને પોષણ આપવામાં મદદરૂપ છે. તે કેમેલીયા ફૂલના બીજમાંથી બનાવવામાં આવે છે, જે જાપાન અને ચીનમાં સૌથી વધુ જોવા મળે છે. આ તેલમાં એન્ટી-ઓકિસડન્ટ, વિટામિન અને ફેટી એસિડ હોય છે, જે વાળને મોઇશ્ચરાઇઝ કરે છે. આ ઉપરાંત, તે ડેમેજ વાળને સુધારે છે, સ્પ્લિટ એન્ડ્સને ઠીક કરે છે અને વાળને સ્મૂધ અને શાઈની બનાવે છે.

બેલેન્સ ડાયટ પણ મહત્ત્વપૂર્ણ છે

વાળના સ્વાસ્થ્યમાં યોગ્ય ડાયટ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો તમે અનહેલ્ધી ડાયટ લો છો, તો તે વાળ પર સીધી અસર કરે છે. બીજી બાજુ, જો તમારો ખોરાક પોષણથી ભરપૂર હોય, તો તે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં, બેલેન્સ ડાયટ મહત્ત્વપૂર્ણ છે. આ માટે, તમારે શાકભાજી અને ફળોનો સમાવેશ થતો ખોરાક લેવો જોઈએ. શાકભાજી અને ફળો વિટામિન અને અન્ય ઘણા પોષક તત્વોના સ્ત્રોત છે, જે વાળના સ્વાસ્થ્યને જાળવવામાં મદદરૂપ થાય છે.

યોગ્ય શેમ્પૂ અને કન્ડિશનર પસંદ કરો

એવું કહેવાય છે કે વાળનું મોઇશ્ચર જાળવી રાખવા માટે દરરોજ વાળ ન ધોવા જોઈએ. જાપાનમાં મહિલાઓ દરરોજ તેમના વાળ ધોવે છે. જોકે, તેઓ વાળ ધોવા માટે માઈલ્ડ શેમ્પૂ અને કન્ડિશનરનો ઉપયોગ કરે છે. તમારે એવા શેમ્પૂ અને કન્ડિશનર પણ પસંદ કરવા જોઈએ, જેમાં કેમિકલનો ઓછો ઉપયોગ થયો હોય. આ વાળને પોષણ આપે છે અને સ્કેલ્પને સાફ કરે છે.

ગ્રીન ટી પણ ફાયદાકારક છે

ગ્રીન ટી જાપાની સંસ્કૃતિનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. જાપાની લોકો ચોક્કસપણે તેમના ડાયટ અને હેર કેર રૂટિનમાં ગ્રીન ટીનો ઉપયોગ કરે છે. તે વાળનો વિકાસ સુધારે છે, ડેન્ડ્રફ ઘટાડે છે . તમારા વાળ ધોયા પછી, તમારા વાળને ફરી એકવાર ગ્રીન ટીથી ધોઈ લો. અથવા તમે ગ્રીન ટીનો માસ્ક પણ બનાવી શકો છો અને તેને લગાવી શકો છો.

ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.