VIDEO: ઉનાળામાં આવી રીતે રાખો તમારા વાળની સંભાળ, તીવ્ર સૂર્યપ્રકાશથી નહીં થાય નુકસાન!
ઉનાળો વાળ માટે પડકારજનક માનવામાં આવે છે. તીવ્ર સૂર્યપ્રકાશ તેમજ પરસેવાને કારણે બેક્ટેરિયાનો વિકાસ અને ધૂળ જમા થવાથી વાળ ઝડપથી ડ્રાય, ડલ અને ઓઈલી થઈ શકે છે. જો તમે તમારા હેર કેર રૂટીનમાં થોડા ફેરફાર કરો છો, તો ઉનાળાની ઋતુમાં પણ તમારા વાળ નરમ અને ચમકદાર રહેશે. આ લેખમાં અમે તમને એક સરળ હેર કેર રૂટીન જણાવીશું, જે તમારા વાળને સ્વસ્થ રાખવામાં અને ગરમ હવામાન દરમિયાન તેને નુકસાનથી બચાવવામાં મદદ કરશે.
જેમ જેમ તાપમાન વધે છે, તેમ આપણો આહાર અને કપડા બદલીએ છીએ અને આપણે ઘણીવાર ભારે, ક્રીમી મોઇશ્ચરાઇઝિંગ પ્રોડક્ટ્સથી લાઈટ વેટ ક્રીમ તરફ સ્વિચ કરીએ છીએ, પરંતુ આપણે ઘણીવાર આપણા વાળની અવગણના કરીએ છીએ. તીવ્ર ગરમી વાળમાંથી ભેજ છીનવી લે છે, જેના કારણે તે તેની ચમક ગુમાવી દે છે.
વાળને હાઈડ્રેટેડ રાખો
ઉનાળામાં તીવ્ર સૂર્યપ્રકાશ વાળના છેડાને વધુ ડ્રાય બનાવી શકે છે, જેનાથી ચમક ઓછી થઈ શકે છે. તેથી, તમારે વીકએન્ડ પર હાઈડ્રેટિંગ હેર માસ્ક લગાવવો જોઈએ. આ માટે તમારે ઘણી વસ્તુઓની જરૂર નથી. ફક્ત દહીં, એલોવેરા અને થોડા હિબિસ્કસ ફૂલો (સૂકા કે તાજા) પીસી લો. આ ત્રણેય વસ્તુઓને મિક્સ કરીને પેસ્ટ બનાવો, તેને સ્કેલ્પથી છેડા સુધી લગાવો. 30 મિનિટ પછી તમારા વાળ ધોઈ લો.
તમારા વાળને સૂર્યથી બચાવો
વધુ પડતો સૂર્યપ્રકાશ ફક્ત તમારી ત્વચા જ નહીં, પરંતુ તમારા વાળને પણ નબળા પાડે છે. આનાથી વાળ તૂટવા જેવી સમસ્યા થઈ શકે છે. તેથી, તમારા વાળને સીધા સૂર્યપ્રકાશથી બચાવવા જરૂરી છે. તેથી બહાર જાઓ ત્યારે સ્કાર્ફ અથવા દુપટ્ટો પહેરો અથવા છત્રીનો ઉપયોગ કરો. ખૂબ જ ટાઈટ હેરસ્ટાઇલ ટાળો.
દરરોજ શેમ્પૂ કરવાનું ટાળો
ઘણા લોકો ઉનાળામાં પરસેવાને કારણે દરરોજ વાળ ધોવાનું શરૂ કરે છે, પરંતુ આ વાળના કુદરતી તેલને છીનવી લે છે અને તેને ડ્રાય બનાવે છે. ઉનાળા દરમિયાન દરરોજ તમારા વાળ ધોવાને બદલે સારા સીરમનો ઉપયોગ કરો. આ ફ્રિઝને અટકાવે છે અને વાળ પર રક્ષણાત્મક સ્તર બનાવે છે, તે નુકસાનને અટકાવે છે. જરૂર પડે ત્યારે હળવા શેમ્પૂથી તમારા વાળ ધોઈ લો.
લાઈટ ઓઈલ
શિયાળાની જેમ જ ભેજ જાળવવા માટે ઉનાળામાં તમારા વાળને તેલની જરૂર પડે છે. જોકે, બે બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે, પ્રથમ જોજોબા તેલ અને બદામ તેલ જેવા હળવા તેલનો ઉપયોગ કરો. આ સિવાય વાળ ધોવાના એક કલાક પહેલા જ તેલ લગાવવું શ્રેષ્ઠ છે. રાત્રે તેલ લગાવવાનું ટાળો.
'સ્કિનીફિકેશન' હેર કેરનો નવો ટ્રેન્ડ
'સ્કિનીફિકેશન' એ હેર કેરમાં એક નવો ટ્રેન્ડ છે. જ્યારે ધૂળ અને પરસેવો સ્કેલ્પ પર જમા થાય છે, ત્યારે ભારે ક્રીમને બદલે ટોનરનો ઉપયોગ કરો. ઉદાહરણ તરીકે, હિબિસ્કસ ઉકાળીને તે પાણીથી શેમ્પૂ કર્યા પછી તમારા વાળ ધોઈ લો. અ સિવાય ચોખાના પાણીથી તમારા વાળ ધોઈ લો. આ તમારા વાળને પોષણ આપે છે અને સ્કેલ્પના pH ને સંતુલિત કરવામાં મદદ કરે છે. તમારા વાળને કુદરતી રીતે કન્ડિશન કરવા માટે શેમ્પૂ કર્યા પછી ભીના વાળ પર એલોવેરા જેલ લગાવો અને 5 મિનિટ પછી સાદા પાણીથી ધોઈ લો.
ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.

