Beauty tips : આંખમાં કાજલ વારંવાર ફેલાય જાય છે? આ ટ્રિક ફોલો કરો

દરેક છોકરી અને મહિલા સુંદરતાને વધારવા માટે થોડો ઘણો તો મેકઅપ કરે છે. કાજલ મેકઅપનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે, પરંતુ ઘણી વખત મહિલાઓ તેને ફક્ત એટલા માટે લગાવતી નથી કારણ કે તે ફેલાઈ જાય છે અને આંખોની નીચે ડાર્ક સર્કલ જેવું લાગે છે. જોકે, બજારમાં તમને સ્મજ ફ્રી કાજલ મળી મળે છે. આ કાજલને આંખોમાં લગાવવાથી તે લાંબા સમય સુધી ટકી રહે છે અને ફેલાતો નથી. તેમ છતાં, કેટલીક મહિલાઓની ફરિયાદ હોય છે કે તેઓ કેટલું પણ મોંઘુ અને સારૂ કાજલ લગાવી લે, પરંતુ તેમની આંખોમાં કાજલ રહેતું નથી અને ફેલાઈ જાય છે. તો ચાલો જાણીએ એવી ટિપ્સ જેનાથી તમારું કાજલ બિલકુલ નહીં ફેલાય.
કાજલ લગાવવાના પહેલા શું કરવું?
કાજલ લગાવવાના પહેલા ચહેરાને સારી રીતે ધોઈ લો અને જો તમને કોઈ મોઈશ્ચરાઈઝર અથવા લોશન વગેરે ચહેરા પર લગાવવું હોય, તો પહેલા જ લગાવી લો. એટલું જ નહીં, ઘણા લોકોને આંખોમાં વારંવાર કચરું આવવાની સમસ્યા હોય છે, તેથી પહેલા આંખોની વોટર લાઇનને એક સાફ કપડાથી પોચી લો અને પછી કાજલ લગાવો.
યોગ્ય કાજલની પસંદગી
બજારમાં તમને વોટર પ્રૂફ સ્મજ ફ્રી કાજલ મળી જશે. તેમાં તમને સસ્તા અને મોંઘા દરેક પ્રકારના બ્રાન્ડેડ કાજલ મળશે. પરંતુ તમને કાજલ ખરીદતી વખતે આ વાતનું ધ્યાન રાખવું છે કે તે વોટર પ્રૂફ હોવો જોઈએ. જો કાજલ વોટર પ્રૂફ હશે તો તે ક્યારેય નહીં ફેલાય.
કાજલ ક્યાં લગાવવું ?
ઘણી બધી મહિલાઓ કાજલને વોટર લાઇન પર લગાવી લે છે, જ્યારે તેને આઉટર લાઇન પર લગાવવો જોઈએ. વોટર લાઇન પર લગાવવાથી આંખોમાં પાણી આવી જાય છે અને પછી કાજલ ફેલાઈ જાય છે. આ વાતનું પણ ધ્યાન રાખો કે જો કાજલ નવો છે અને તેની નોક આંખોમાં ન ચુભે, આથી પણ આંખોમાંથી પાણી આવવાનો ડર રહે છે અને કાજલ ફેલાઈ જાય છે.
કાજલની લેયર
ઘણી બધી મહિલાઓ કાજલની જાડી લેયર એક જ વારમાં આંખોમાં લગાવી લે છે. આ કાજલ લગાવવાની ખોટી રીત છે કારણ કે આથી કાજલ ફેલાવાનો ડર રહે છે. જો તમને જાડી કાજલ જ લગાવવી છે, તો પહેલા એક પાતળી લેયર લગાવો અને પછી તેની ઉપર બીજી અને ત્રીજી લેયર કાજલની લગાવો. આથી કાજલ ફેલાશે પણ નહીં અને જાડી કાજલ લગાવવાની તમારી ઇચ્છા પણ પૂરી થઈ જશે.
આઈશેડોથી સેટ કરો
જો કાજલ વોટર પ્રૂફ નથી, તો તમારે તેને આઈશેડોથી સેટ કરી લેવું જોઈએ. આથી તે ફેલાતું નથી. આ માટે ફ્લેશ બ્રશનો ઉપયોગ કરો. જો આઈશેડો નથી તો તમે ફેસ પાઉડરથી પણ આ કામ કરી શકો છો. આ કરવાથી ચહેરા પર પરસેવો કે આંખોમાં પાણી આવવાથી કાજલ ફેલાતો નથી. તો હવે જ્યારે પણ તમે આંખોમાં કાજલ લગાવો, તો ઉપર જણાવેલ ટીપ્સને જરૂર ધ્યાનમાં રાખો.

