Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / સૌંદર્ય : Yellow teeth will shine like pearls.

Beauty tips : પીળા દાંત મોતી જેવા ચમકી જશે, બસ આ વસ્તુનો કરો ઉપયોગ!

Timeછેલ્લું અપડેટ : 13 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Beauty tips : પીળા દાંત મોતી જેવા ચમકી જશે, બસ આ વસ્તુનો કરો ઉપયોગ!
સોર્સ : Google

પીળા દાંત ચમકાવવા માટે તમે પણ અનેક ઘણી મહેનત કરો છો તો આ માહિતી તમારા માટે કામની છે. આમ, વાત કરવામાં આવે તો પીળા દાંત તમારી સુંદરતા બગાડવાનું કામ કરે છે. આટલું જ નહીં પીળા દાંત વ્યક્તિને અનેકવાર શરમમાં મૂકે છે. આમ, પીળા દાંત ચમકાવવા માટે તમે કેમિકલ ટ્રીટમેન્ટનો સહારો લો છો તો આ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. પરંતુ પીળા દાંત ચમકાવવા માટે તમે આ નેચરલ વસ્તુનો ઉપયોગ કરો છો તો અનેક ફાયદો થાય છે. તો જાણો દાંત પરની પીળાશ દૂર કરવા માટે શું કરશો?

App Store

દાંત પરની પીળાશ દૂર કરવા માટે તમે કેળાની છાલનો ઉપયોગ કરી શકો છો. કેળાની છાલમાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને મેંગેનીઝ હોય છે જે દાંત પરની પીળાશ દૂર કરવાનું કામ કરે છે. તો જાણો કેવી રીતે કેળાની છાલનો ઉપયોગ કરશો?

તમે બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે બેકિંગ સોડા લો અને બ્રશની મદદથી દાંત પર હળવા હાથે ઘસો. આ પ્રોસેસ વધારે સમય સુધી કરવાની નથી. પછી નોર્મલ પાણીથી કોગળા કરો. બેકિંગ સોડા દાંત પરની પીળાશ દૂર કરવામાં મદદ કરે છે.

પીળા દાંત ચમકાવવા માટે તમે સંતરાની છાલનો ઉપયોગ પણ કરી શકો છો. આ માટે સંતરાની છાલ લો અને દાંત પર ઘસો. ત્યારબાદ પાણીથી કોગળા કરો. સંતરાની છાલ પીળાશ દૂર કરીને દાંત ચમકાવી શકે છે.

ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.