Beauty tips : શિયાળામાં તમારા પણ હોઠ ફાટી જાય છે? આ હોમમેડ લિપ બામ થશે ઉપયોગી

ઠંડી શરૂ થતાની સાથે હોઠ ફાટવાની સમસ્યા થવા લાગે છે. હોઠ ફાટવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. જો કે આ સમસ્યાએ લોકોને હેરાન કરી દીધી છે. ફાટેલા હોઠની કેર તમે કરતા નથી બળતરા અને ખંજવાળ જેવી સમસ્યા વધારે થાય છે. આમ, આ ઘરેલુ લિપબામની મદદથી તમે હોઠને કોમળ અને મુલાયમ બનાવી શકો છો. આ માટે વધારે મહેનત કરવાની જરૂર નથી. તો જાણો આ લિપ બામ વિશે જે તમારા ફાટેલા હોઠને કોમળ બનાવે છે. આ હોમમેડ લિપ બામ વિશે જણાવશું.
હોમમેડ લિપ બામ બનાવવા માટેની સામગ્રી
- બીટ
- ગુલાબની પાંદડી
- નારિયેળ તેલ
- બદામનું તેલ
- એલોવેરા જેલ
- પેટ્રોલિયમ જેલી
બનાવવાની રીત
આ લિપ બામ તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. આ લિપ બામ બનાવવા માટે સૌ પ્રથમ બીટને ક્રશ કરી લો. ત્યારબાદ ગુલાબજળ તેમજ ગુલાબની પાંદડીઓ મિક્સરમાં પીસી લો. હવે આ મિશ્રણને કપડાંની મદદથી ગાળી લો. હવે નારિયેળ તેલ અને બદામ તેલ સારી રીતે મિક્સ કરી લો. આ મિશ્રણમાં એલોવેરા જેલ અને પેટ્રોલિયમ જેલી મિક્સ કરો. આ પેસ્ટને માઇક્રોવેવમાં થોડીવાર માટે મૂકો. તમારા ઘરમાં માઇક્રોવેવ નથી તો તમે કોઈ તપેલીમાં પાણી ગરમ કરો અને એમાં બાઉલ મૂકો. તો તૈયાર છે તમારો લિપ બામ. આ લિપ બામ તમે કાચની નાની ડબ્બીમાં ભરી લો.
આ રીતે હોઠ પર એપ્લાય કરો
આ નેચરલ લિપ બામ તમે દરરોજ લગાવી શકો છો. આ લિપ બામમાં કોઈપણ પ્રકારનાં કેમિકલનો ઉપયોગ થતો નથી જેના કારણે સેફ છે. તમે રૂટિનમાં પણ આ લિપ બામનો ઉપયોગ કરી શકો છો. આ લિપ બામથી ફાટેલા હોઠ મસ્ત કોમળ અને મુલાયમ થઈ જશે. આ લિપ બામ તમારી સ્કિનને મસ્ત કરવાનું કામ કરે છે.

