Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / સૌંદર્ય : Should you wash your face with cold or warm water in winter?

Beauty tips : શિયાળામાં ચહેરો ઠંડા પાણીથી ધોવો જોઈએ કે ગરમ? જાણો ફાયદા અને નુકસાન

Timeછેલ્લું અપડેટ : 20 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Beauty tips : શિયાળામાં ચહેરો ઠંડા પાણીથી ધોવો જોઈએ કે ગરમ? જાણો ફાયદા અને નુકસાન
સોર્સ : gstv

શિયાળાની ઋતુમાં ત્વચા શુષ્ક અને ખરબચડી થઈ જાય છે. ઠંડીની અસર ત્વચા પર પડે છે. શિયાળામાં ચહેરાની ખાસ કાળજી રાખવી પડે છે. જેના કારણે ત્વચા સ્વસ્થ અને સુંદર રહે. ઠંડીમાં ઘણા લોકો  તેમના ચહેરાને ગરમ પાણી વડે સાફ કરવાનું પસંદ કરતાં હોય છે. ઘણા લોકોને ગરમ પાણી વડે ચહેરાને સાફ રાખવાની આદત પસંદ હોય છે. શિયાળામાં ગરમ પાણી વડે ચહેરાને સાફ કરવું ફાયદાકારક હોય છે પણ પાણી વધુ પડતું ગરમ પણ ન હોવું જોઈએ. 

App Store

ત્વચાનાં છિદ્ર ખુલી જાય 

પ્રથમ તો ગરમ પાણી વડે ચહેરાની યોગ્ય સફાઇ થઈ શકે છે. ગરમ પાણી વડે ચહેરાને સાફ કરવાથી તેના છિદ્ર ખુલી જાય છે. છિદ્ર ખુલવાના કારણે ત્વચાની અંદર જમા થયેલી ગંદકી, તેલ અને મૃત કોષો બહાર નીકળી જાય છે. જેના કારણે ચહેરો સાફ થઈ જાય છે. આ સાથે એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે પાણી વધુ પડતું ગરમ ન હોવું જોઈએ. વધુ પડતું ગરમ પાણી ચહેરાને સળગાવી શકે છે અને ચહેરા પર  દુ:ખાવો, લાલાશ જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.  

ચહેરાની ચમક વધે 

હુંફાળા પાણી વડે ચહેરાને સાફ કરવાથી ચહેરાનું રક્ત પરિભ્રમણ વધે છે. જેના કારણે ચહેરાની ચમક વધી જાય છે. ગરમ પાણી વડે ચહેરાને સાફ કરતી વખતે ચહેરાની રક્તવાહિનીઓ ખુલી જાય છે. જેના કારણે ચહેરાનો રંગ સુધરે છે અને ચહેરો સાફ, સુંદર અને ચમકદાર બને છે. શિયાળામાં હુંફાળા પાણી વડે ચહેરાને સાફ કરવું ફાયદાકારક માનવામાં આવે છે. 

ચહેરાનાં સોજાને ઘટાડે
 
શિયાળામાં સવારે ચહેરા પર સોજો આવી જાય છે. હુંફાળા પાણી વડે ચહેરાને સાફ કરવાથી સોજો ઘટી જાય છે અને દુ:ખાવો પણ દૂર થઈ જાય છે. 

નુકસાન

વડુ પડતાં ગરમ પાણીનાં કારણે ત્વચા બળી પણ શકે છે. તેના કારણે ત્વચા પર લાલાશ, સોજો અને કરચલીઓ જોવા મળે છે. ગરમ પાણીનાં કારણે ત્વચામાંથી ભેજનું પ્રમાણ ઓછું થઈ જાય છે. જેના કારણે શુષ્કતા અને બળતરા જેવી સમસ્યાઓ થઈ શકે છે. ગરમ પાણી વડે ચહેરાને સાફ કરવાના કારણે, ત્વચાનું પ્રાકૃતિક તેલ અને ભેજ ઓછું થઈ જાય છે. સંવેદનશીલ ત્વચાવાળા લોકોને ગરમ પાણી વડે ચહેરાને સાફ કરવાથી એલર્જી થઈ શકે છે અથવા ખંજવાળ આવી શકે છે. 

ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.