Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...

Hair Care Tips: કાળા, લાંબા અને ઘટાદાર વાળ માટે આ ડાયટ કરો ફોલો, હેરનો થશે વિકાસ

Timeછેલ્લું અપડેટ : 10 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Hair Care Tips: કાળા, લાંબા અને ઘટાદાર વાળ માટે આ ડાયટ કરો ફોલો, હેરનો થશે વિકાસ
સોર્સ : Google

ઘાટ્ટા કાળા, લાંબા અને આકર્ષક વાળની ઈચ્છા સૌને હોય છે, પણ વાળની વૃદ્ધિ અને મજબૂતાઈ અનેક વસ્તુ પર આધારિત છે. તેમાં વ્યક્તિની જિનેટિક હિસ્ટ્રી, ખોરાક, પોષણની કમી, સ્ટ્રેસ અને અનહેલ્ધી લાઇફસ્ટાઇલ જેવા પરિબળો સામેલ છે.

App Store

જો તમે વાળ ખરવાનું અટકાવવા ઈચ્છો છો અને નવા વાળ ઉગાડવા માંગો છો તો સૌથી પહેલું કામ ડૉક્ટરની સલાહ લેવાનું છે. જોકે ઘણા ઘરગથ્થુ ઉપાયો પણ છે જે વાળની સુંદરતા સુધારી શકે છે. ચાલો જાણીએ કેટલાક ઘરેલુ ઉપાયો.

વાળને માત્ર બાહ્ય પરિબળો જ અસર કરે છે એવું નથી. વાળને જડમૂળથી મજબૂત બનાવા માટે આપણે સૌથી પહેલા આપણી અનહેલ્ધી લાઇફસ્ટાઇલ બદલવી પડશે. તેના માટે તમારે પ્રોપર ડાયટ ફોલો કરવાની જરૂર પડશે. ચાલો જાણીએ વાળ માટે જરૂરી એવી હેલ્ધી ડાયટ વિશે.

વાળ માટે આટલું કરો 

ડાયટમાં પ્રોટીનનું સેવન વધારો

શરીર, ત્વચા અને વાળ માટે પ્રોટીન ખૂબ જ જરૂરી છે. નવા વાળ ઉગવા માટે પણ પ્રોટીનની જરૂર પડે છે. જો શરીરમાં પ્રોટીનની કમી રહે તો વાળ ખરવા લાગે છે. એટલે તમારી ડાયટમાં શક્ય એટલું પ્રોટીન ઉમેરો.

પ્રોટીન માટે તમે બીન્સ, ઈંડા, માછલી, ડ્રાય ફ્રૂટ્સ, લીન મીટ અને વિવિધ પ્રકારના બીજ ખાઈ શકો છો. વ્યક્તિએ રોજ કેટલું પ્રોટીન લેવુ તે તેના દૈનિક શારીરિક પરિશ્રમ અને શરીરમાં રહેલા મસલ્સના વજન પર આધારિત હોય છે.

આયર્નથી ભરપૂર ખોરાક લો

વાળને તંદુરસ્ત રાખવા માટે આયર્ન પણ એટલું જ જરૂરી છે. ખોરાકમાં આયર્નના કેટલાક સ્ત્રોત જેવા કે દાળ, કોળુંના બીજ, પાલક, સફેદ ચણા, લીન બીફ વગેરેનો સમાવેશ કરી શકાય છે.

જે લોકો માંસ નથી ખાતા, તેમને માંસાહારી લોકો કરતાં લગભગ 1.8 ગણું વધુ આયર્નની જરૂર પડે છે. કારણ કે શરીર, વનસ્પતિજન્ય ખોરાકમાંથી મળતું આયર્ન એટલું અસરકારક રીતે શોષી શકતું નથી.

નોંધ: આ સમાચાર માત્ર તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.