Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / સૌંદર્ય : Avoid these mistakes to get result of skin care routine

Beauty Tips / સ્કિન કેર રૂટિનથી નથી મળી રહ્યું પરિણામ? તેનું કારણ હોઈ શકે છે આ ભૂલો

Timeછેલ્લું અપડેટ : 23 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Beauty Tips / સ્કિન કેર રૂટિનથી નથી મળી રહ્યું પરિણામ? તેનું કારણ હોઈ શકે છે આ ભૂલો
સોર્સ : GSTV

આજકાલ લોકોની ત્વચા ખરાબ સ્થિતિમાં છે. પ્રદૂષણ, તણાવ અને ખાવાની ખરાબ આદતો આનું મુખ્ય કારણ છે. આ જ કારણ છે કે લોકોએ તેમની ત્વચાની વધુ કાળજી લેવાની જરૂર છે. ડાયટમાં ફેરફારની સાથે, લોકો સ્કિન કેર રૂટિન પણ અપનાવી રહ્યા છે, જે સ્વસ્થ ત્વચામાં નોંધપાત્ર ફાળો આપે છે. મોર્નિંગ અને નાઈટ સ્કિન કેર રૂટિન ખૂબ જ લોકપ્રિય છે. લોકો સીરમ, મોઇશ્ચરાઇઝર અને અન્ય વિવિધ સ્કિન કેર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. જોકે, કેટલાક લોકો ફરિયાદ કરે છે કે સ્કિન કેર રૂટિન ફોલો કરવા છતાં તેમને પરિણામ નથી મળી રહ્યું.

App Store

જો તમે લાંબા સમયથી સ્કિન કેર રૂટિનનું પાલન કરી રહ્યા છો પરંતુ નોંધપાત્ર પરિણામ નથી દેખાતું, તો આ લેખ તમારા માટે છે. અહીં, અમે સ્કિન કેર રૂટિન દરમિયાન થતી કેટલીક ભૂલો વિશે જણાવી રહ્યા છીએ, જેના કારણે યોગ્ય પરિણામ નથી મળતું.

ગટ અને સ્કિનના કનેક્શનને ન સમજવું

ઘણી રિસર્ચમાં દાવો કરવામાં આવે છે કે ગટ હેલ્થ અને ત્વચા વચ્ચે એક ખાસ કનેક્શન છે. જો તમારું પેટ ઠીક નથી, તો તે શરીરમાં ઇનફ્લેમેશન વધારે છે, જેનાથી એક્ને અને સ્કિન સેન્સેટિવ થવાની સમસ્યા થાય છે. તેથી, ગટ હેલ્થને બેલેન્સ કરવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જો તમારી ગટ હેલ્થ સ્વસ્થ ન હોય, તો બહારની પ્રોડક્ટ્સની અસર નહીં થાય..

એક્સ્ટ્રા એક્સ્ફોલિએશન

ઘણા લોકો જે સામાન્ય ભૂલ કરે છે તે છે એક્સ્ટ્રા એક્સ્ફોલિએશન. કેટલાક લોકો વારંવાર એસિડ, સ્ક્રબ અથવા પીલ-ઓફ માસ્કનો ઉપયોગ કરે છે, જે ત્વચાના રક્ષણાત્મક સ્તરને નુકસાન પહોંચાડે છે. આ ત્વચાના ભેજને પણ ઘટાડે છે, પરિણામે ત્વચામાં બળતરા થાય છે. જ્યારે તમે નબળા સ્કિન બેરિયર પર પ્રોડક્ટ્સ લગાવોછો, ત્યારે તેની અસર નહીં થાય.

સમજ્યા વિના એક્ટિવ ઘટકોનું મિશ્રણ

કેટલાક લોકો સ્કિન કેર રૂટિનમાં રેટિનોલ, વિટામિન સી અને નિયાસીનામાઇડ જેવા એક્ટિવ ઘટકોનો ઉપયોગ કરે છે. આ બધા ઘટકોમાં pH સ્તર અને જરૂરિયાતો અલગ અલગ હોય છે. તેમને ખોટી રીતે મિક્સ કરવાથી તેમની અસર ઘટી શકે છે. તે નુકસાન પણ પહોંચાડી શકે છે, જેનાથી ત્વચા પર રિએક્શન આવે છે અને બળતરા થાય છે. તેથી, નિષ્ણાતની સલાહ લીધા વિના તમારા સ્કિન કેર રૂટિનમાં આવા ઘટકોનો સમાવેશ કરવાનું ટાળો.

પરિણામો માટે ખૂબ ઉતાવળ કરવી

કેટલાક લોકો સ્કિન કેરનો કર્યાના થોડા દિવસોમાં પરિણામની અપેક્ષા રાખે છે. પરંતુ ત્વચાની પોતાની જૈવિક સમયમર્યાદા હોય છે, જેમ કે બેરિયર રિપેર, કોલેજન ઉત્પાદન અને માઇક્રોબાયોમ સંતુલન. આ રાતોરાત નથી બદલી શકતા. તેથી પરિણામ માટે રાહ જોવી પડે છે.