Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / સૌંદર્ય : Be careful if you polish the nails of little girls.

Skin care : નાની બાળકીઓને નેઇલ પોલિશ કરો છો તો ચેતી જજો, જાણી લો આ આડઅસર

Timeછેલ્લું અપડેટ : 20 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Skin care : નાની બાળકીઓને નેઇલ પોલિશ કરો છો તો ચેતી જજો, જાણી લો આ આડઅસર
સોર્સ : gstv

આજનાં આ સમયમાં મોટાભાગનાં પેરેન્ટ્સ છોકરીઓને નેઇલ પોલિશ કરતા હોય છે. નેઇલ પોલિશ કરવાથી હાથ મસ્ત લાગે છે. જો કે આજકાલ નાની નાની છોકરીઓ પણ નેઇલ પોલિશ કરાવવાની શોખીન હોય છે. આમ, પાર્ટીમાં જવાનું હોય કે કોઈ લગ્નમાં જવાનું હોય પેરેન્ટ્સ હંમેશા એમની છોકરીઓને નેઇલ પોલિશ કરતા હોય છે. આમ, તમને પણ નાની છોકરીઓને નેઇલ પોલિશ લગાવો છો તો તમારે સાવધાન થવાની જરૂર છે. આ નેઇલ પોલિશ સ્કિનથી લઈને હેલ્થને એમ અનેક રીતે નુકસાન કરે છે.

App Store

નેઇલ પોલિશમાં કેમિકલ પ્રોડક્ટ્સનો ઉપયોગ વધારે થાય છે, જેનાં કારણે નુકસાન થઈ શકે છે. આ નેઇલ પોલિશમાં સુગંધિત સ્પ્રેનો ઉપયોગ થઈ શકે છે જે સ્કિનને નુકસાન કરી શકે છે. તો જાણો આ સાઇડ ઇફેક્ટ્સ વિશે.

બાળકોને કેમ નેઇલ પોલિશ ન કરવી જોઈએ?

તમે નાના ભૂલકાઓને નેઇલ પોલિશ કરો છો તો સ્કિનને નુકસાન થઈ શકે છે. આ કારણે ઘણીવાર નખની અંદર બળતરા જેવી સમસ્યા પણ થઈ શકે છે. આ સાથે ઘણીવાર એલર્જી પણ થઈ શકે છે. 2019માં એક અહેવાલમાં એક અધ્યયનમાં જાણવા મળ્યું છે કે અમેરિકામાં દર બે કલાકે એક બાળકોને કોસ્મેટિક ઉત્પાદોને આકસ્મિક સંપર્કને કારણે હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે. નવજાત બાળકોની સ્કિન વયસ્કો કરતા 30 ટકા પાતળી હોય છે, જેનાં કારણે વધારે નુકસાન થઈ શકે છે.

બાળકોની સ્કિન વધારે સેન્સેટિવ હોવાને કારણે સ્કિનને વધારે નુકસાન કરી શકે છે. નખ પરની ઓરિજનલ પરત ખોવાઈ જાય છે. આ માટે તમે વધારે માત્રામાં નેઇલ પોલિશ કરશો નહીં.

એક અહેવાલ પ્રમાણે નેઇલ પોલિશમાં રહેલાં તત્વો બાળકોની સ્કિન પર બળતરા તેમજ ખંજવાળ પેદા કરી શકે છે. આ માટે વધારે માત્રામાં નેઇલ પોલિશ કરશો નહીં.

આમ, તમે જે નેઇલ પોલિશમાં કેમિકલનું પ્રમાણ ઓછું હોય એ લઈ શકો છો. જો કે એક્સપર્ટનું માનીએ તો આ નેઇલ પોલિશ પણ શક્ય હોય ત્યાં સુધી લગાવવી નહીં. મહિનામાં એકવાર તમે લગાવી શકો છો.

નોંધ: આ સમાચાર માત્ર તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.