Skin Care / શું તમે પણ સ્કિન કેરમાં કરી રહ્યા છો આ 4 ભૂલો? આજે જ સુધારી લો, નહીં તો થશે મોટું નુકસાન

આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા સ્કિન કેર ટ્રેન્ડ્સ વાયરલ થઈ રહ્યા છે. દરરોજ એક નવી પ્રોડક્ટ કે નવું રૂટિન જોવા મળે છે. પરંતુ શું આ ટ્રેન્ડ્સ ખરેખર તમારી ત્વચા માટે ફાયદાકારક છે?
આનો સરળ જવાબ છે ના. ઉતાવળમાં તેમને ફોલો કરવાથી ઘણીવાર નુકસાન થાય છે. સ્વસ્થ ત્વચા માટે તમારા રૂટિનમાં સુધારો કરવો જરૂરી છે, પરંતુ આંખ બંધ કરીને કંઈપણ માનવું નુકસાનકારક હોઈ શકે છે. ચાલો 4 સામાન્ય સ્કિન કેર ભૂલો વિશે જાણીએ જેને સુધારીને તમે તમારી ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવી શકો છો.
સોશિયલ મીડિયા ટ્રેન્ડ્સને આંખ બંધ કરીને ફોલો કરવા
સોશિયલ મીડિયા પર દેખાતા જાદુઈ પરિણામો ઘણીવાર ફિલ્ટર્સ, સારી લાઈટિંગ અથવા પેઈડ પ્રમોશનનું પરિણામ હોય છે. સેલિબ્રિટી અથવા ઇન્ફ્લુઅન્સરના રૂટિનને સીધા અપનાવી લેવા ખતરનાક બની શકે છે, કારણ કે દરેકની ત્વચા અલગ હોય છે. એક પ્રોડક્ટ એક વ્યક્તિ માટે વરદાન સાબિત થઈ શકે છે, પરંતુ તે બીજા માટે એલર્જી અથવા બ્રેકઆઉટનું કારણ બની શકે છે. રિસર્ચ અથવા ડર્મેટોલોજીસ્ટની સલાહ લીધા વિના કોઈપણ ટ્રેન્ડને ફોલો કરવાનું ટાળો.
ટ્રીટમેન્ટ પૂર્ણ ન કરવી
લોકો ઘણીવાર એક્ને, ફંગલ ઈન્ફેકશન અથવા ત્વચાની અન્ય સમસ્યાઓના લક્ષણો ઓછા થતાં જ તેમના ડોક્ટર દ્વારા સૂચવવામાં આવેલ કોર્સ અથવા દવા બંધ કરી દે છે. આ ભૂલ સમસ્યા ફરીથી થવાનું કારણ બની શકે છે અને તે વધુ ખરાબ થઈ શકે છે. ટ્રીટમેન્ટ પૂર્ણ ન કરવાથી બેક્ટેરિયા અથવા ફૂગ સંપૂર્ણપણે દૂર નથી થતા, જેનાથી દવા માટેરેજિસ્ટેંસ વિકસિત થઈ શકે છે. તેથી ટ્રીટમેન્ટ પૂર્ણ કરવી જરૂરી છે.
ત્વચાની નાની સમસ્યાઓને અવગણવી
ત્વચામાં કોઈપણ ફેરફાર જેમ કે સતત શુષ્કતા, હળવી ખંજવાળ, વારંવાર ખીલ અથવા ડાઘ શરીરની અંદર સ્થિતિનો સંકેત હોઈ શકે છે. આ નાની સમસ્યાઓને અવગણવાથી ગંભીર સમસ્યા થઈ શકે છે. ત્વચા શરીરનું સૌથી મોટું અંગ છે અને ઘણીવાર પોષણની ખામીઓ, હોર્મોનલ અસંતુલન અથવા અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનો સંકેત આપે છે. તેના પર સમય રહેતા ધ્યાન આપવાથી ફાયદો થાય છે.
તમારી ત્વચાનો પ્રકાર અને જરૂરિયાતોને ન સમજવી
તમારી સ્કિન ઓઈલી, ડ્રાય, સેન્સેટિવ અથવા કોમ્બિનેશનમાંથી કરવા પ્રકારની છે? આ માહિતી વિના પ્રોડક્ટ્સ પસંદ કરવા એ પૈસા અને સમય બંનેનો બગાડ છે. ઉદાહરણ તરીકે ડ્રાય ત્વચા પર ઓઈલ કંટ્રોલ પ્રોડક્ટ્સ ટાળવા જોઈએ, જ્યારે ઓઈલી ત્વચા પર ભારે મોઇશ્ચરાઇઝર્સ ટાળવા જોઈએ. વધુમાં, ત્વચાની જરૂરિયાતો ઉંમર, હવામાન અને જીવનશૈલી સાથે બદલાય છે.

