Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / સૌંદર્ય : Apply gram flour face pack to get natural glow on face

ચહેરા પર જોઈએ છે નેચરલ ગ્લો? તો ચણાના લોટના આ 3 ફેસ પેક લગાવો, પાર્લર જવાની નહીં પડે જરૂર!

Timeછેલ્લું અપડેટ : 21 Feb 2026
લાઇવ ટીવીGoogle News
ચહેરા પર જોઈએ છે નેચરલ ગ્લો? તો ચણાના લોટના આ 3 ફેસ પેક લગાવો, પાર્લર જવાની નહીં પડે જરૂર!
સોર્સ : GSTV

શિયાળો પૂરો થવાનો છે અને બદલાતા હવામાનને કારણે લોકોને ત્વચા સંબંધિત વિવિધ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઠંડા પવનો ત્વચાને ડ્રાય અને ડલ બનાવી રહ્યા છે અને તેના કારણે ત્વચાની ચમક પણ ઝાંખી પડી રહી છે. આ ચમકને જાળવી રાખવા માટે લોકો વિવિધ સ્કિન કેર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. જોકે, તેમાં એવા કેમિકલ હોય છે જે ત્વચાને નુકસાન પહોંચાડે છે. બ્યુટી પ્રોડક્ટ્સ નેચરલ ગ્લો નથી આપતા. ચણાના લોટનો ઉપયોગ તમારા ચહેરા પર નેચરલ ગ્લો લાવી શકે છે. વર્ષોથી સ્કિન કેરમાં ચણાનો લોટનો ઉપયોગ કરવામાં આવે છે.આવી સ્થિતિમાં ચાલો તમને જણાવીએ કે તમે ચણાના લોટનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો.

App Store

ચણાનો લોટ અને દહીં

આ પેક ટેનિંગ દૂર કરવા અને ચહેરાને ઠંડક આપવા માટે ઉત્તમ છે. આ માટે 2 ચમચી ચણાનો લોટ, 1 ચમચી દહીં અને એક ચપટી હળદર લો અને તેને સારી રીતે મિક્સ કરો. હવે આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવીને 15-20 મિનિટ માટે રહેવા દો, પછી તેને ઠંડા પાણીથી ધોઈ લો. દહીંમાં લેક્ટિક એસિડ હોય છે, જે ડાઘ દૂર કરવામાં મદદ કરે છે.

ચણાનો લોટ અને મલાઈ/દૂધ

જો તમારી ત્વચા ડ્રાય હોય, તો આ પેક તેને મોઇશ્ચરાઇઝ કરશે. આ માટે 2 ચમચી ચણાનો લોટ, 1 ચમચી મલાઈ અથવા કાચું દૂધ અને 1/2 ચમચી મધ મિક્સ કરીને પેસ્ટ બનાવો અને તેને તમારા ચહેરા પર લગાવો. તે સુકાય તે પહેલા તેને હલવા હાથે મસાજ કરતા ધોઈ લો. મલાઈ અને મધ ત્વચાને અંદરથી પોષણ આપે છે.

ચણાનો લોટ અને ગુલાબજળ

આ ઝડપી પેક પાર્ટી અથવા ફંક્શનમાં જતા પહેલા ખૂબ જ ઉપયોગી છે. આ માટે 2 ચમચી ચણાનો લોટ, જરૂર મુજબ ગુલાબજળ અને 1 ચમચી લીંબુનો રસને મિક્સ કરીને પેસ્ટ બનાવો. તેને તમારા ચહેરા અને ગરદન પર લગાવો. સુકાઈ ગયા પછી તેને સાદા પાણીથી ધોઈ લો. આ પેક ત્વચાના pH લેવલને બેલેન્સ કરે છે અને તાત્કાલિક તાજગી લાવે છે.

ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.