Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / સૌંદર્ય : Prepare your skin for Holi so the colors don't damage your skin

Holi 2026 / હોળી માટે તમારી ત્વચાને કરી લો તૈયાર, રંગને કારણે ડેમેજ નહીં થાય સ્કિન!

Timeછેલ્લું અપડેટ : 19 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Holi 2026 / હોળી માટે તમારી ત્વચાને કરી લો તૈયાર, રંગને કારણે ડેમેજ નહીં થાય સ્કિન!
સોર્સ : GSTV

હોળી એ આનંદ, રંગો અને ઉત્સાહનો તહેવાર છે, પરંતુ તે તમારી ત્વચા માટે સમસ્યા પણ ઉભી કરી શકે છે. આજકાલ બજારમાં મળતા રંગો તમારી ત્વચાને ડ્રાય, ડલ અને એલર્જીનો શિકાર બનાવી શકે છે. કેટલીકવાર રંગો એટલા પાક્કા હોય છે કે તેમને દૂર કરવામાં દિવસો લાગે છે, જેનાથી ત્વચાને નુકસાન થવાનું જોખમ વધી જાય છે. તેથી, હોળી રમતા પહેલા તમારી ત્વચાને તૈયાર કરવી મહત્ત્વપૂર્ણ છે.

App Store

યોગ્ય સ્કિન કેર રૂટિન અપનાવીને તમે રંગોથી થતા નુકસાનને ટાળી શકો છો અને હોળી પછી પણ તમારી ત્વચાને સ્વસ્થ અને ચમકતી રાખી શકો છો. જો તમે ઈચ્છો છો કે આ વખતે હોળીના રંગોથી તમારી ત્વચા પર ડાઘ ન પડે અને તમારી ત્વચા સુરક્ષિત રહેહો, તો કેટલીક બાબતો જરૂર ધ્યાનમાં રાખો.

મોઇશ્ચરાઇઝિંગ જરૂરી છે

હોળીના રંગો, ખાસ કરીને કેમિકલવાળા રંગો ત્વચામાંથી ભેજ દૂર કરે છે. જો તમારી ત્વચા પહેલાથી જ હાઇડ્રેટેડ હશે, તો રંગો વધુ અસર નહીં કરે.

  • સૂતા પહેલા મોઇશ્ચરાઇઝરનું જાડું લેયર લગાવો.
  • ડ્રાય ત્વચાવાળા લોકોએ ક્રીમ બેઝ્ડ મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરવો જોઈએ.
  • ઓઈલી ત્વચા ધરાવતા લોકોએ જેલ બેઝ્ડ મોઇશ્ચરાઇઝર પસંદ કરવું જોઈએ.

આનું કારણ એ છે કે 5-7 દિવસ સુધી નિયમિતપણે મોઇશ્ચરાઇઝિંગ કરવાથી પ્રોટેક્ટીવ બેરિયર બનાવી શકાય છે.

તેલ લગાવો

  • તેલ કુદરતી કવચ તરીકે કામ કરે છે.
  • નાળિયેર તેલ, ઓલિવના તેલ અથવા બદામના તેલથી ત્વચા પર સારી રીતે મસાજ કરો.
  • કાન, ગરદન અને નખની આસપાસ તેલ લગાવવાનું ન ભૂલશો.
  • આ રંગોને પાણીથી સરળતાથી ધોવામાં મદદ કરે છે, જેનાથી ઘસવાની જરૂર નથી રહેતી.

સનસ્ક્રીન લગાવો

હોળી મોટાભાગે દિવસ દરમિયાન રમાય છે. તેથી, સૂર્ય અને રંગો ત્વચાને વધુ નુકસાન પહોંચાડી શકે છે.

  • આવી સ્થિતિમાં ઓછામાં ઓછું SPF 40 અથવા SPF 50 સનસ્ક્રીન લગાવો.
  • બહાર જવાની 20 મિનિટ પહેલા લગાવો જેથી તે તમારી ત્વચામાં સારી રીતે સેટ થઈ જાય.
  • જો તમે લાંબા સમય સુધી બહાર હોવ તો થોડા સમય બાદ ફરીથી સનસ્ક્રીન લગાવો.
  • આ ટેનિંગ, પિગમેન્ટેશન અને સનબર્નને રોકવામાં મદદ કરે છે.