VIDEO: પશ્ચિમ બંગાળમાં યોગી આદિત્યનાથનો રોડ શો, TMC સરકાર પર કર્યા આકરા પ્રહાર
સોર્સ : gstv
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં આજે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો દબદબો જોવા મળ્યો. ઉત્તર 24 પરગણાના વિસ્તારમાં યોગી આદિત્યનાથે ભવ્ય રોડ શો યોજી ભાજપ માટે શક્તિપ્રદર્શન કર્યું હતું. રોડ શો દરમિયાન યોગી આદિત્યનાથે મમતા બેનર્જીની સરકાર પર આકરા પ્રહારો કર્યા અને બંગાળમાં ગુજરાત અને યુપી જેવો વિકાસ લાવવાની હાકલ કરી. જેની સીધી અસર આગામી મતદાન પર જોવા મળી શકે છે.

