Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Threat to blow up Jaipur Assembly building with a bomb

VIDEO: જયપુર વિધાનસભા ભવનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું

Timeછેલ્લું અપડેટ : 27 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રાજસ્થાનના રાજકારણમાં આજે ત્યારે ખળભળાટ મચી ગયો જ્યારે જયપુર સ્થિત વિધાનસભા ભવનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. આ ધમકી એક અનામી ઈમેલ દ્વારા મોકલવામાં આવી હતી, જેમાં બિલ્ડિંગમાં વિસ્ફોટ કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ધમકીભર્યો ઈમેલ મળતા જ સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા વિધાનસભા સંકુલના ખૂણેખૂણાની તપાસ કરવામાં આવી રહી છે. સાયબર ક્રાઈમની ટીમ ઈમેલ ક્યાંથી આવ્યો અને કોણે મોકલ્યો તેની તપાસમાં જોતરાઈ છે. હાલમાં વિધાનસભાની સુરક્ષા વધારી દેવામાં આવી છે અને દરેક મુલાકાતીઓનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. વહીવટી તંત્ર દ્વારા લોકોને ગભરાવાને બદલે સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે.

App Store