Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 'Withdraw support from Jharkhand government if you want the interest of students', BJP MP Nishikant Dubey challenges Rahul Gandhi

VIDEO: 'વિદ્યાર્થીઓના હિતેચ્છુ હોવ તો ઝારખંડ સરકારમાંથી સમર્થન પાછું ખેંચો', ભાજપ સાંસદ નિશિકાંત દુબેનો રાહુલ ગાંધીને પડકાર

Timeછેલ્લું અપડેટ : 11 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઝારખંડમાં સરકારી ભરતી પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ અને વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ લાઠીચાર્જને લઈને રાજકારણ ગરમાયું છે. દેવઘરના ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ નિશિકાંત દુબેએ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પર તીખા પ્રહારો કર્યા છે.

App Store

નિશિકાંત દુબેએ રાહુલ ગાંધીના વલણ પર સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે, "વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિરોધ કરવાની તેમની જે તીવ્રતા છે અને દેશને વિભાજિત કરવા માંગતા તત્વો સાથે તેઓ સતત ઉભા રહે છે, તેને ધ્યાનમાં રાખીને હું તેમને એક સંદેશ આપવા માગું છું. તમે આ દંભી માનસિકતા, બેવડાં ધોરણો અને વિભાજનકારી વિચારસરણીનો અંત લાવો. ખરેખર વિદ્યાર્થીઓની સાથે ઉભા રહો અને તેમને ન્યાય મળે તે સુનિશ્ચિત કરો."

ભાજપ સાંસદે વધુમાં જણાવ્યું હતું કે, ઝારખંડમાં કોંગ્રેસ પણ સત્તામાં ભાગીદાર છે, તેથી રાહુલ ગાંધીએ માત્ર પત્રકાર પરિષદો યોજવા કે ટ્વિટર પર રમતો રમવાનું બંધ કરવું જોઈએ. તેમણે સણસણતો પડકાર ફેંકતા કહ્યું કે, "જો તમારામાં ખરેખર હિંમત, નૈતિકતા અને વિદ્યાર્થીઓના કલ્યાણ માટે સાચી ચિંતા હોય, તો ભૂખ હડતાળ પર બેઠેલા દેવેન્દ્ર નાથ મહતો પર થયેલા લાઠીચાર્જના વિરોધમાં ઝારખંડ સરકારમાંથી પોતાનું સમર્થન પાછું ખેંચી લો. આગળ આવીને દેશને જવાબ આપો, જો તમે જવાબ આપવામાં નિષ્ફળ જશો તો દેશની જનતા જ તમને યોગ્ય જવાબ આપશે."