Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Shiv Sena (UBT) staged a violent protest against BJP MP Nishikant Dubey

VIDEO : ભાજપના સાંસદ નિશિકાંત દુબે વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન , મોટી સંખ્યામાં શિવસૈનિકો રસ્તા પર ઉતર્યા

Timeછેલ્લું અપડેટ : 18 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

શિવસેના (UBT) દ્વારા ભાજપના સાંસદ નિશિકાંત દુબે વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય મહેશ સાવંતના નેતૃત્વમાં શિવસૈનિકો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. નિશિકાંત દુબેએ આદિત્ય ઠાકરે વિરુદ્ધ કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીના વિરોધમાં આ પ્રદર્શન યોજાયું હતું. કાર્યકરોએ નિશિકાંત દુબેના ફોટા પર શાહી ફેંકી, તેને જૂતાનો હાર પહેરાવી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

App Store

પ્રદર્શનકારીઓએ ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા અને દુબે માફી માંગે તેવી માંગ કરી હતી.ઠાકરે પરિવાર અને પક્ષના નેતાઓ વિરુદ્ધ આવી અભદ્ર ટિપ્પણી ક્યારેય ચલાવી લેવામાં આવશે નહીં. આ દરમિયાન સુરક્ષા જાળવવા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.