Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Will India become a superpower in infrared and compound technology? Shocking claim of Israeli officer in Semikon 2026!

VIDEO: ઈન્ફ્રારેડ અને કમ્પાઉન્ડ ટેક્નોલોજીમાં ભારત બનશે મહાસત્તા? સેમિકોન ૨૦૨૬માં ઈઝરાયલી અધિકારીનો ચોંકાવનારો દાવો!

Timeછેલ્લું અપડેટ : 17 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નવી દિલ્હીમાં આયોજિત 'સેમિકોન ઇન્ડિયા ૨૦૨૬' સમિટ દરમિયાન ઈઝરાયલ સ્થિત જાણીતી કંપની સેમિકન્ડક્ટર ડિવાઇસીસ (SCD)ના સ્ટ્રેટેજિક પ્રોગ્રામ્સના ડાયરેક્ટર ઇરેઝ ઇમ્બરમેને ભારત અને ઈઝરાયલ વચ્ચેના તકનીકી સંબંધો અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે ભારત અને ઈઝરાયલ સેમિકન્ડક્ટર સહિતના અનેક ક્ષેત્રોમાં ખૂબ ઝડપથી નજીક આવી રહ્યા છે.

App Store

ઈઝરાયલી ટેક્નોલોજી અને ભારતીય મેન્યુફેક્ચરિંગનો સંગમ

ઇરેઝ ઇમ્બરમેને જણાવ્યું હતું કે, "અમે છેલ્લા 10 કે તેથી વધુ વર્ષોથી ઈઝરાયલની ટેક્નોલોજીને ભારતીય મેન્યુફેક્ચરિંગ સાથે જોડીને સેમિકન્ડક્ટર ક્ષેત્રે સહયોગ સાધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ ભાગીદારી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવના વિઝન સાથે સંપૂર્ણ રીતે મેળ ખાય છે."

તેમણે પોતાના અંગત અનુભવનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, તેઓ 2010થી ભારત સાથે જોડાયેલા છે. તે સમયે તેઓ ટાવર સેમિકન્ડક્ટર સાથે હતા અને મોહાલી સ્થિત સેમિકન્ડક્ટર લેબોરેટરી (SCL) ખાતે સુવિધા સ્થાપવામાં તેમણે સહયોગ આપ્યો હતો. હાલમાં SCD કંપનીનું પ્રતિનિધિત્વ કરતાં તેઓ ભારત સરકાર અને ભારતીય સપ્લાયર્સ સાથે મળીને ઈન્ફ્રારેડ (IR) અને કમ્પાઉન્ડ સેમિકન્ડક્ટર ટેક્નોલોજી પર સહયોગ કરવા આગળ વધી રહ્યા છે.

પીએમ મોદીના નેતૃત્વની પ્રશંસા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની મુક્ત મને પ્રશંસા કરતાં તેમણે ઉમેર્યું હતું કે, "પીએમ મોદીનું નેતૃત્વ અદ્ભુત છે. હું છેલ્લા ૧૨ થી ૧૫ વર્ષથી ભારત સાથે સંકળાયેલો છું અને છેલ્લા 10 વર્ષથી તેમના કાર્યકાળને નજીકથી જોઈ રહ્યો છું. પીએમ મોદી એક અસાધારણ દૂરંદેશી ધરાવતા નેતા છે, જેમણે ઉદ્યોગ માટે સચોટ દિશા અને પગલાં નક્કી કર્યા છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM)ની ટીમ પીએમ મોદીના આ વિઝનને જમીન પર ઉતારવા માટે ઉત્કૃષ્ટ કામગીરી કરી રહી છે."

ટોપિક્સ:GSTV NewsGujarati News