Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Why is PM Modi silent on America's threat? Rahul Gandhi

અમેરિકાની ધમકી પર PM મોદી મૌન કેમ? કેન્દ્રની વિદેશ નીતિ પર રાહુલ ગાંધીનો સણસણતો પ્રહાર

Timeછેલ્લું અપડેટ : 14 Jun 2026
લાઇવ ટીવીGoogle News
અમેરિકાની ધમકી પર PM મોદી મૌન કેમ? કેન્દ્રની વિદેશ નીતિ પર રાહુલ ગાંધીનો સણસણતો પ્રહાર
સોર્સ : gstv

ઓમાન દરિયા નજીક અમેરિકી સૈન્ય કાર્યવાહીમાં ભારતીય નાવિકોના મોત અને હોર્મુઝ જળમાર્ગ અંગે અમેરિકાના તાજેતરના નિવેદનો પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવ્યો કે, અમેરિકાની ધમકી અને કડક સંદેશા છતાં પીએમ મોદી મૌન કેમ છે? તેમણે આક્ષેપ કર્યો કે કોઈપણ સાર્વભૌમ દેશ આવી ભાષા ક્યારેય સ્વીકારી ન શકે. રાહુલ ગાંધીની આ પ્રતિક્રિયા અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો અને ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર વચ્ચેની વાતચીત બાદ સામે આવી છે, જેમાં અમેરિકાએ હોર્મુઝમાં પોતાના નિર્દેશોનું પાલન કરવા પર ભાર મૂક્યો છે.

App Store

રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર લગાવ્યા ગંભીર આક્ષેપો

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, અમેરિકી હુમલામાં 3 ભારતીય નાવિકોના મોત બાદ પણ અમેરિકા દ્વારા કોઈ ખેદ વ્યક્ત કરવામાં આવ્યો નથી કે માફી માંગવામાં આવી નથી. તેના બદલે અમેરિકા ભારતને આદેશો આપી રહ્યું છે. પીએમ મોદી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એક આજ્ઞાકારી સેવકની જેમ આદેશો સાંભળે છે અને તેનું પાલન કરે છે. તેમણે દાવો કર્યો કે, આવું નેતૃત્વ દેશના સન્માનની રક્ષા કરી શકતું નથી.

ભારત અને અમેરિકા વચ્ચે વિવાદનું મુખ્ય કારણ

આ વિવાદ ત્યારે સામે આવ્યો, જ્યારે માર્ક રુબીયોએ એસ.જશયંકર (S.Jaishankar) સાથે ફોન પર થયેલી વાતચીતમાં સ્પષ્ટ કહ્યું હતું કે, હોર્મુઝ જળમાર્ગમાં અમેરિકાની નાકાબંધીનું ઉલ્લંઘન અને ઈરાની તેલનું ગેરકાયદેસર પરિવહન સહન કરવામાં આવશે નહીં. અમેરિકી વિદેશ વિભાગના જણાવ્યા અનુસાર, વિદેશ મંત્રી માર્કો રુબિયો  (US Foreign Minister Marco Rubio)એ એસ. જયશંકર સાથેની વાતચીતમાં આ વાત કહી હતી. આ પહેલા જયશંકરે ભારતીય નાવિકોના મોત પર કડક વિરોધ નોંધાવ્યો હતો અને નવી દિલ્હીમાં અમેરિકી કાર્યવાહક રાજદૂત જેસન મીક્સને પણ સમન્સ પાઠવીને સ્પષ્ટ કહ્યું હતું કે, ભારતીય ક્રૂ મેમ્બર્સ વાળા જહાજો પર આવા ઘાતક હુમલા સ્વીકાર્ય નથી.

ઓમાન અને હોર્મુઝ ક્ષેત્રમાં વધતું તણાવ

રાહુલ ગાંધીએ ઓમાનના દુક્મ બંદરગાહ પર ઉભેલા એક જહાજમાં મૃત્યુ પામેલા ભારતીય નાગરિક નિશાંત ઉર્થનાથનનો મુદ્દો પણ ઉઠાવ્યો છે અને તેનો પાર્થિવ દેહ વહેલી તકે ભારત લાવવા માંગ કરી છે. બીજી તરફ, હોર્મુઝને લઈને અમેરિકા અને ઈરાન વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપ ચાલી રહ્યા છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) ઈરાન પર ભારતીય જહાજોને નિશાન બનાવીને ડ્રોન હુમલા કરવાનો આરોપ લગાવ્યો છે, જ્યારે ઈરાને આ વાતને નકારી કાઢી છે. આ તણાવને કારણે દરિયાઈ માર્ગે ભારતીય નાવિકોની સુરક્ષાને લઈને ચિંતાઓ વધી ગઈ છે.