VIDEO: "1937નો ઈતિહાસ કેમ ભૂલી ગયા?" 15 ઓગસ્ટના વંદે માતરમ ઘટનાક્રમ પર સંબિત પાત્રાએ રાહુલ-સોનિયા ગાંધીને ઘેર્યા!
ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ સંબિત પાત્રાએ 15 ઓગસ્ટના રોજ કોંગ્રેસ કાર્યાલય ખાતે રાષ્ટ્રગીત 'વંદે માતરમ'ના ગાન દરમિયાન બનેલી કથિત ઘટનાને લઈને કોંગ્રેસ નેતૃત્વ પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે દાવો કર્યો હતો કે વંદે માતરમની 150મી વર્ષગાંઠના ઐતિહાસિક અવસર પર કોંગ્રેસે દેશના રાષ્ટ્રીય ગીતનું અનાદર કર્યું છે.
લાલ કિલ્લા પર સંપૂર્ણ ગાન
સંબિત પાત્રાએ જણાવ્યું કે, "આ વર્ષે વંદે માતરમની 150મી વર્ષગાંઠ છે. 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી તમામ છ અંતરા (Stanzas) સાથે સંપૂર્ણ વંદે માતરમ ગાવામાં આવ્યું હતું." તેમણે આક્ષેપ કરતાં કહ્યું કે, "15 ઓગસ્ટે કોંગ્રેસ કાર્યાલયમાં એક અણછાજતી ઘટના બની. કોંગ્રેસ સાંસદ સોનિયા ગાંધી અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની હાજરીમાં જ્યારે ત્રિરંગો લહેરાવવામાં આવી રહ્યો હતો, ત્યારે સોનિયા ગાંધીએ માત્ર બે અંતરા પછી વંદે માતરમ અટકાવવાનો ઈશારો કર્યો હતો."
CWC પ્રસ્તાવ અને 1937નો ઉલ્લેખ
સંબિત પાત્રાએ કહ્યું કે, "19 ઓગસ્ટે કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠકમાં એવો પ્રસ્તાવ આવ્યો કે આપણે વંદે માતરમના માત્ર બે જ અંતરા ગાઈશું. આપણે બધા જાણીએ છીએ કે 1937માં આ નિર્ણય કયા કારણોસર લેવામાં આવ્યો હતો." સંબિત પાત્રાના આ નિવેદન બાદ રાષ્ટ્રગીત 'વંદે માતરમ'ના ગાનને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે.

