મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: ₹500 કરોડના તોતિંગ સોદા પાછળ કોણ? મુંબઈ પોલીસની SIT કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી, સંજય નિરૂપમનો મોટો દાવો!

સોર્સ: gstv

મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલનકારી મનોજ જરાંગે પાટીલ દ્વારા જાહેર કરવામાં આવેલી કથિત ₹૫૦૦ કરોડની ઓડિયો ક્લિપને લઈને રાજકીય વિવાદ વધુ ઘેરો બન્યો છે. આ વિવાદ વચ્ચે શિવસેના નેતા સંજય નિરૂપમે મોટું નિવેદન આપતાં જણાવ્યું છે કે તેમની પાર્ટી પોતે જ શરૂઆતથી આ સમગ્ર પ્રકરણની ઊંડાણપૂર્વક તપાસની માંગ કરી રહી હતી.

સંજય નિરૂપમે જણાવ્યું હતું કે, "મનોજ જરાંગે પાટીલ દ્વારા બહાર પાડવામાં આવેલી ઓડિયો ક્લિપની ઊંડી તપાસ થવી જોઈએ તેવી માંગ શિવસેનાએ જ કરી હતી. અમારા કેટલાક નેતાઓએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરીને આ ક્લિપની સત્યતા, તેમાં સંભળાઈ રહેલા લોકોની અસલી ઓળખ અને તેમની વાતચીત પાછળનો વાસ્તવિક હેતુ શું છે તેની સ્પષ્ટતા માટે વિનંતી કરી હતી."

મુખ્યમંત્રીના વલણ અંગે સ્પષ્ટતા કરતાં તેમણે ઉમેર્યું કે, મુખ્યમંત્રીએ પોતે જાહેરાત કરી છે કે આ સમગ્ર મામલાની વિગતવાર તપાસ માટે ક્લિપની નકલ સંપૂર્ણ ફોરેન્સિક એનાલિસિસ માટે મોકલવામાં આવી રહી છે. તેથી, મુંબઈ પોલીસ દ્વારા સમગ્ર મામલાની તપાસ માટે વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરવાના નિર્ણયનું અમે હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ.

નિરૂપમે ભારપૂર્વક જણાવ્યું કે, ઓડિયો ક્લિપમાં વાતચીત કરનારા તમામ લોકોની આકરી પૂછપરછ થવી જોઈએ, જેથી વાતચીત પાછળના સાચા તથ્યો અને કાવતરું લોકો સમક્ષ આવી શકે. મુંબઈ પોલીસ દ્વારા SITની રચના બાદ હવે આ કેસમાં મોટો પર્દાફાશ થવાની શક્યતા વધી ગઈ છે.

આ સમાચાર શેર કરો