Ajit Pawar Plane Crash: અજિત પવાર વિમાન દુર્ઘટના કેસમાં અત્યાર સુધી શું ખુલાસો થયો?, જાણો સમગ્ર વિગતો

મહારાષ્ટ્રમાં એક મોટી દુર્ઘટના સર્જાયાની માહિતી સામે આવી છે. અહીં બારામતીમાં ઉપમુખ્યમંત્રી અજિત પવારનું વિમાન ક્રેશ થઇ ગયું છે. આ દુર્ઘટના લેન્ડિંગ સમયે સર્જાઈ હોવાની જાણકારી છે. મળતી માહિતી અનુસાર આ વિમાનમાં અજિત પવાર હાજર પણ હાજર હતા. ડીજીસીએના અહેવાલો અનુસાર અજિત પવાર સહિત 5 લોકોનું નિધન થઈ ગયું છે. વિમાનમાં અજિત પવાર સહિત બે પાઇલટ, 1 ક્રૂ મેમ્બર અને 1 અન્ય વ્યક્તિનું મોત નીપજ્યું છે.
અજિત પવારનું વિમાન લેન્ડિંગ સ્ટ્રીપ છોડીને નજીકના ખેતરમાં ક્રેશ થયું
અજિત પવારનું વિમાન લેન્ડિંગ સ્ટ્રીપ છોડીને નજીકના ખેતરમાં ક્રેશ થયું. લેન્ડિંગ દરમિયાન વિમાને કાબુ ગુમાવ્યો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે વિમાન લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરતી વખતે લથડી ગયું અને થોડીવારમાં જ ક્રેશ થયું. ક્રેશ પછી, લગભગ પાંચ વિસ્ફોટ થયા, જેમાં વિમાન આગની લપેટમાં આવી ગયું. વિમાન સંપૂર્ણપણે નાશ પામ્યું, જેમાં સવાર તમામ લોકોના મોત થયા.
ક્રેશ થયા પહેલા વિમાન બીજી વાર લેન્ડિંગનો પ્રયાસ કરી રહ્યું હતું
ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ ફ્લાઇટરાડારે અહેવાલ આપ્યો છે કે વિમાન બારામતી એરપોર્ટ પર બીજી વાર લેન્ડિંગનો પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે તે ક્રેશ થયું.
અજિત પવાર વિમાન દુર્ઘટના કેસમાં અત્યાર સુધી શું ખુલાસો થયો છે?
ક્યારે અને શું થયું: આજે સવારે લગભગ 8:45 વાગ્યે અકસ્માત થયો.
ક્યાં: પુણે જિલ્લાના બારામતી એરપોર્ટ પર ઉતરાણના પ્રયાસ દરમિયાન અકસ્માત થયો.
કેવા પ્રકારનું વિમાન: આ ફ્લાઇટ VSR દ્વારા સંચાલિત ખાનગી લિયરજેટ 45 (રજીસ્ટ્રેશન VT-SSK) હતી અને મુંબઈથી બારામતી જઈ રહી હતી.
ક્રેશ: નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) અનુસાર, બીજા ઉતરાણના પ્રયાસ દરમિયાન વિમાન રનવે પરથી ખસી ગયું, તેમાં આગ લાગી અને તે સંપૂર્ણપણે નાશ પામ્યું.
ક્રેશ: વિમાનમાં સવાર તમામ પાંચ લોકોના મોત થયા.
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને તેમના અંગત સુરક્ષા અધિકારી (PSO).
એક અંગત સહાયક.
પાયલોટ-ઇન-કમાન્ડ અને પ્રથમ અધિકારી.

