VIDEO: પશ્ચિમ બંગાળ SIR વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો
સોર્સ : gstv
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી બાદ મતદાર યાદી સુધારણા પ્રક્રિયા SIRને લઈને તૃણમૂલ કોંગ્રેસ અને ચૂંટણી પંચ વચ્ચેનો વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. TMCનો દાવો છે કે SIR દરમિયાન નામો હટાવાતા 31 બેઠકો પર ચૂંટણી પરિણામો પ્રભાવિત થયા અને આ બેઠકો પર ફરી ચૂંટણી થવી જોઈએ. ચૂંટણી પંચે આ દાવાને પડકારતાં કહ્યું છે કે TMCના આંકડામાં ગેરહાજર, સ્થળાંતરિત, મૃત અને ડુપ્લિકેટ મતદારો એટલે કે ASDD નામોનો પણ સમાવેશ થાય છે. પંચે દલીલ કરી છે કે TMC જીતી હોય તેવી 21 બેઠકો પર પણ હટાવાયેલા નામોની સંખ્યા જીતના માર્જિન કરતાં વધુ હતી સુપ્રીમ કોર્ટે પણ માત્ર હટાવાયેલા નામો અને જીતના માર્જિનની સરખામણીથી સમગ્ર હકીકત નક્કી ન થઈ શકે તેમ જણાવ્યું છે.

