Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Voting in West Bengal amid high tension and sporadic incidents of violence

VIDEO : પશ્ચિમ બંગાળમાં ભારે તણાવ અને હિંસાની છુટીછવાઈ ઘટના વચ્ચે મતદાન, ભવાનીપુરમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા

Timeછેલ્લું અપડેટ : 29 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026માં બીજા તબક્કાનું મતદાન આજે ભારે તણાવ અને હિંસાની છૂટીછવાઈ ઘટનાઓ વચ્ચે ચાલુ છે. ખાસ કરીને ભવાનીપુર બેઠક પર મુખ્યમંત્રી મમતા બેનરજી અને ભાજપના શુભેન્દુ અધિકારી સામસામે આવી જતાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે.

App Store

EVMમાં BJP બટન પર ટેપ ચોંટાડવામાં આવી?

મતદાનના દિવસે EVM સાથે છેડછાડ અને બટનો પર ટેપ ચોંટાડવા જેવા ગંભીર આરોપો સામે આવ્યા છે. અભિષેક બેનર્જીના સંસદીય મતવિસ્તારમાં BJP ઉમેદવાર દેવાંશુ પાંડાએ આરોપ લગાવ્યો હતો કે ઘણા બૂથ પર EVM મશીનો પર તેમના નામ અને પાર્ટીના ચૂંટણી પ્રતીકને અનુરૂપ બટન ટેપ કરવામાં આવ્યું હતું, જેના કારણે મતદારો ભાજપની તરફેણમાં મતદાન કરી શકતા નથી.

BJPના IT સેલના વડા અમિત માલવિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર કેટલાક વીડિયો શેર કર્યા છે જેમાં EVM ના બટનો પર ટેપ ચોંટાડેલી જોઈ શકાય છે. આને "ડાયમંડ હાર્બર મોડેલ" ગણાવતા તેમણે કહ્યું, "મમતા બેનર્જી આવા ગુનેગારો (જેમ કે જહાંગીર ખાન)નો બચાવ કરી રહ્યા હતા. અસંખ્ય બૂથ પર ટેપનો ઉપયોગ કરીને ભાજપને મત આપવાનો વિકલ્પ બ્લોક કરવામાં આવ્યો છે." માલવિયાએ ખાસ કરીને બૂથ નંબર 144, 170 અને 189 નો ઉલ્લેખ કર્યો.

ભવાનીપુરમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા

ભવાનીપુરમાં એક જ મતદાન કેન્દ્ર પર મમતા બેનર્જી અને શુભેન્દુ અધિકારી પહોંચી જતાં વિસ્તારમાં તણાવ પેદા થયો હતો. શુભેન્દુ અધિકારીએ આરોપ લગાવ્યો કે મમતા બેનરજી મતદારોમાં ડર ફેલાવવા માટે મોટી સંખ્યામાં બહારના લોકોને સાથે લઈને ફરી રહ્યા છે. તેમણે કહ્યું, હું માત્ર મારા સુરક્ષા ગાર્ડ્સ સાથે છું, તો મમતાજી કેમ આટલું મોટું ટોળું લઈને આવ્યા છે?

મતદારોનો મમતા પર ગંભીર આરોપ

ઉત્તર 24 પરગણામાં કેટલાક મતદારોએ મુખ્યમંત્રી પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, મમતા બેનરજી પોતાની ગાડીમાં ગુંડાઓ લઈને આવ્યા છે અને લોકોને ધમકાવી રહ્યા છે. એક મતદારે તો ત્યાં સુધી કહ્યું કે, "તેમને લાગે છે કે તેઓ ચૂંટણી હારી રહ્યા છે, એટલે જ આવું કરી રહ્યા છે."

ભાજપના કાર્યકર્તા પર હુમલો 

નદિયા (ચાપડા): ચાપડા વિધાનસભાના બૂથ નંબર ૫૨ પર ભાજપના પોલિંગ એજન્ટ મોશર્રફ પર લોખંડના સળિયા વડે હુમલો કરવામાં આવ્યો હતો. તેમના માથામાં 6 ટાંકા આવ્યા છે. ભાજપના ઉમેદવાર સૈકત સરકારે આ હુમલા પાછળ TMC કાર્યકરોનો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે.

EVM માં ખામી: અનેક કેન્દ્રો પર EVM મશીનો બગડવાની ફરિયાદ ઉઠી હતી. એક કેન્દ્ર પર સવારે ૮:૩૦ વાગ્યા સુધી મતદાન શરૂ થઈ શક્યું નહોતું, જેને કારણે મતદારો અને સુરક્ષા દળો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.