VIDEO/પશ્ચિમ બંગાળ ચૂંટણી 2026: સંવેદનશીલ ભાંગરમાં સુરક્ષા માટે NIA અને કેન્દ્રીય દળો ખડેપગે
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના બીજા તબક્કા હેઠળ આજે દક્ષિણ 24 પરગણા જિલ્લાના અત્યંત સંવેદનશીલ ગણાતા ભાંગર મતવિસ્તાર સહિત અન્ય બેઠકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. ભાંગરમાં ભૂતકાળમાં થયેલી હિંસાને ધ્યાનમાં રાખીને આ વખતે સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરવામાં આવી છે. અહીં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીની વિશેષ ટીમ, રાજ્ય પોલીસ અને કેન્દ્રીય સુરક્ષા દળો સંયુક્ત રીતે સંવેદનશીલ વિસ્તારો પર ઝીણવટભરી નજર રાખી રહ્યા છે. કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા અને મતદારો નિર્ભયપણે મતદાન કરી શકે તે માટે વ્યૂહાત્મક પોઈન્ટ્સ પર સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા ટેકનોલોજી અને ગ્રાઉન્ડ ફોર્સના સમન્વયથી આખા વિસ્તારનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી લોકશાહીનું આ પર્વ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ શકે.

