VIDEO: West Bengal Election 2026 / સુવેન્દુ અધિકારીએ નંદીગ્રામમાં કર્યું મતદાન, ભવાનીપુરમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી સામે સીધી ટક્કર પર સૌની નજર
સોર્સ : GSTV
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન, રાજ્યના વિરોધ પક્ષના નેતા અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ ઉમેદવાર સુવેન્દુ અધિકારીએ નંદીગ્રામના એક મતદાન મથક પર પોતાનો વોટ આપ્યો હતો. સુવેન્દુ અધિકારી આ વખતે નંદીગ્રામ અને ભવાનીપુર એમ બે વિધાનસભા બેઠકો પરથી ચૂંટણી લડી રહ્યા છે. ખાસ કરીને ભવાનીપુર મતવિસ્તારમાં તેઓ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સામે સીધી ટક્કર આપી રહ્યા હોવાથી આ બેઠક પર સૌની નજર ટકેલી છે. મતદાન બાદ તેમણે લોકશાહીની મજબૂતી માટે જનતાને ઉત્સાહપૂર્વક મતદાન કરવાની પ્રેરણા આપી હતી અને સુરક્ષા વ્યવસ્થા વચ્ચે શાંતિપૂર્ણ મતદાનની આશા વ્યક્ત કરી હતી.

