Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Voting begins in all seats in Tamil Nadu; Voting in 152 seats in 16 districts in West Bengal

VIDEO: તમિલનાડુની તમામ બેઠકો પર મતદાન શરૂ; પશ્ચિમ બંગાળમાં 16 જિલ્લાની 152 બેઠકો પર વોટિંગ

Timeછેલ્લું અપડેટ : 23 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં આજે વહેલી સવારથી જ વિધાનસભા ચૂંટણી 2026 માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પશ્ચિમ બંગાળમાં આજે પ્રથમ તબક્કા હેઠળ 152 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે, જ્યારે તમિલનાડુની તમામ 234 બેઠકો પર એકસાથે વોટિંગ શરૂ થયું છે. સવારથી જ મતદાન કેન્દ્રો પર મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. બંગાળમાં આજે 16 જિલ્લાની 152 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે, જેમાં ઉત્તર બંગાળના 8 અને દક્ષિણ-મધ્ય બંગાળના 8 જિલ્લાઓનો સમાવેશ થાય છે. અંદાજે 3.60 કરોડ મતદારો 1,452 ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે. બીરભૂમમાં ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું છે કે જો EVMમાં કોઈ ખામી જણાશે, તો તેને માત્ર 15 મિનિટમાં બદલી દેવામાં આવશે.

App Store