VIDEO/ તમિલનાડુમાં ઉત્સાહપૂર્વક મતદાન, વિપક્ષી નેતા પલાનીસ્વામીએ કર્યું વોટિંગ
સોર્સ : GSTV
તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026 ઉત્સાહપૂર્વક મતદાન થઈ રહ્યું છે. આ દરમિયાન તમિલનાડુ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અને AIADMKના વડા એડપ્પડી કે. પલાનીસ્વામીએ સેલમ જિલ્લાના એડપ્પડી મતવિસ્તારમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેઓ આ બેઠક પરથી AIADMK ના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. મતદાન કર્યા બાદ તેમણે નાગરિકોને લોકશાહીના આ પર્વમાં સહભાગી થઈને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી. રાજ્યની કુલ 234 બેઠકો પર યોજાઈ રહેલી આ ચૂંટણીના પરિણામો આગામી 4 મેના રોજ જાહેર કરવામાં આવશે.

