VIDEO: દિલ્હીમાં મતદાર યાદી સુધારણાઃ નવા મતદારો માટે ૨.૫૬ લાખથી વધુ અરજીઓ મળી
સોર્સ : gstv
દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીને મતદાર યાદી સુધારણા પ્રક્રિયા દરમિયાન નવા મતદાર નોંધણી માટે 2 લાખ 56 હજાર અરજીઓ મળી છે. ૩૧ ઓગસ્ટે ડ્રાફ્ટ જાહેર થયા બાદ તમામ ૧૩ જિલ્લાઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે. પશ્ચિમ જિલ્લામાં સૌથી વધુ ૩૪ હજારથી અરજીઓ નોંધાઈ છે, જ્યારે દક્ષિણ-પૂર્વ અને ઉત્તર-પૂર્વ જિલ્લાઓ ક્રમશઃ બીજા અને ત્રીજા સ્થાને રહ્યા છે. નવી દિલ્હી જિલ્લામાં સૌથી ઓછી ૩ હજાર ૨૫૪ અરજીઓ આવી છે. આ વિશેષ ઝુંબેશથી નાગરિકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ વધી રહી છે.

