Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : If India and China unite, the future of the world will change! Xi Jinping's big shout out from the BRICS forum in New Delhi!

VIDEO: ભારત અને ચીન એક થશે તો બદલાશે દુનિયાનું ભવિષ્ય! નવી દિલ્હીમાં BRICS મંચ પરથી જિનપિંગનો મોટો હુંકાર!

Timeછેલ્લું અપડેટ : 12 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નવી દિલ્હીમાં આયોજિત BRICS શિખર સંમેલન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે અત્યંત મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન શી જિનપિંગે વૈશ્વિક સ્તરે ભારત અને ચીનની ભૂમિકાને રેખાંકિત કરતા જણાવ્યું હતું કે, વર્તમાન સમયના જટિલ આંતરરાષ્ટ્રીય વાતાવરણ અને પડકારો વચ્ચે વિશ્વના બે સૌથી મોટા દેશો પર ખૂબ મોટી જવાબદારી છે.

App Store

"ભારત અને ચીન ગ્લોબલ સાઉથના મહત્વના આધારસ્તંભ"

ચીની પ્રમુખ શી જિનપિંગે બંને દેશોના મહત્વ પર ભાર મૂકતાં જણાવ્યું કે, "વિશ્વની સૌથી વધુ વસ્તી ધરાવતા બે દેશો અને 'ગ્લોબલ સાઉથ'ના અગ્રણી સભ્યો તરીકે ચીન અને ભારત મોટી જવાબદારીઓ વહન કરે છે. બંને પક્ષોએ સમગ્ર માનવજાતના ભવિષ્ય અને પોતાના નાગરિકોના કલ્યાણને ધ્યાનમાં રાખીને કાર્ય કરવું જોઈએ." તેમણે ઉમેર્યું કે, 'ગ્રેટર બ્રિક્સ' માળખા હેઠળ બંને દેશોએ પરસ્પર ઉચ્ચ ગુણવત્તાયુક્ત સહયોગને આગળ વધારવા માટે સાથે મળીને કામ કરવાની જરૂર છે.

બહુધ્રુવીય વિશ્વ વ્યવસ્થા અને આર્થિક વિકાસ પર ભાર

આંતરરાષ્ટ્રીય અર્થતંત્ર અને કૂટનીતિ અંગે વાત કરતા જિનપિંગે કહ્યું કે, "આપણે સૌએ એક સમાન, વ્યવસ્થિત મલ્ટીપોલર (બહુધ્રુવીય) વિશ્વ અને સર્વસમાવેશી, પરસ્પર ફાયદાકારક આર્થિક વૈશ્વિકીકરણ (ઇકોનોમિક ગ્લોબલાઇઝેશન) ની હિમાયત કરવી જોઈએ." તેમણે સ્પષ્ટ કર્યું કે ભારત અને ચીન વચ્ચેનો મજબૂત સમન્વય વૈશ્વિક શાંતિ, સ્થિરતા, વિકાસ અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવામાં સકારાત્મક ઊર્જાનો સંચાર કરશે.

વૈશ્વિક તણાવ અને આર્થિક અનિશ્ચિતતા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની આ મુલાકાતને એશિયા તેમજ સમગ્ર વિશ્વના ભૂ-રાજકીય સંતુલન માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News