VIDEO: જી - 7 બાદ વિશ્વના સૌથી પાવરફૂલ સંગઠન બ્રિક્સની 18મી બેઠક ભારતમાં યોજાઇ
બ્રિક્સનું 18માં સંમેલન ભારતમાં
વૈશ્વિક અસ્થિરતા વચ્ચે બ્રિકસની યજમાની ભારતમાં
જી-7 સામે બ્રિક્સને મજબુત બનાવવા કવાયત
દિલ્હીમાં BRICS 18મી શિખર બેઠક યોજાઈ રહી છે.. દિલ્લીના ભારત મંડપમ ખાતે ભારતની યજમાનીમાં બ્રિક્સની 18મી બેઠક પર દુનિયાની નજર છે. બ્રિક્સની આ બેઠક એટલા માટે મહત્વની છે કે વિશ્વમાં બે મોટા યુદ્ધો ચાલી રહ્યા છે. આ યુદ્દામાં અમેરિકા અને યુરોપના દેશ એક બાજુ છે. તો સામે રશિયા અને ઇરાન છે. બ્રિકસ સંગઠન એશિયા, આફ્રિકા, લેટિન અમેરિકાનું સમુહ હોવાથી આર્થિર રીતે, વ્યપારી રીતે અને વૈચારીક રીતે પણ અમેરિકા અને યુરોપની સામી ધરી પર છે.
BRICSમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને સાઉથ આફ્રિકાનો સમાવેશ થાય છે. દરેક દેશના પહેલા અક્ષરના નામ સાથે આ સંગઠનનું નામકરણ થયું છે. બ્રિક્સ સંગઠનનું નામ સૌથી પહેલા બ્રિક હતું જેમા બ્રાઝિલ, રશિયા, ભારત, ચીનનું જોડાણ હતું. બાદમાં સાઉથ આફ્રિકા જોડાતા આ સંગઠનનું નામ બ્રિકમાંથી બ્રિક્સ કરવમાં આવ્યું હતું. ચાર દેશના સહકારથી શરુ થયેલું સંગઠન આજે 11 દેશનો સમુહ બન્યું છે. 2024 અને 2025માં પાંચ દેશ સિવાય ઇજિપ્ત, ઇથોપિયા, ઇરાન, સંયુક્ત આરબ અમીરાત, સાઉદી અરેબિયા અને ઇન્ડોનેશિયા સામેલ થયા છે. BRICSનું નામ 2001માં Goldman Sachsના અર્થશાસ્ત્રી જિમ ઓ’નીલે સૌ પહેલા આપ્યું હતું. BRICSનો મુખ્ય ઉદ્દેશ્ય ઉભરતી અર્થવ્યવસ્થાઓ વચ્ચે આર્થિક, વેપાર, નાણાકીય, ટેક્નોલોજી અને રાજદ્વારી સહકાર વધારવા છે. આ સાથે વિશ્વની સંસ્થાઓમાં વિકાસશીલ દેશોની ભૂમિકા મજબૂત કરવાનો છે. IMF અને વર્લ્ડ બેંક જેવી વૈશ્વિક નાણાકીય સંસ્થાઓમાં સુધારાની માંગ BRICS દેશો લાંબા સમયથી ઉઠાવતા આવ્યા છે. દિલ્હી સમિટ પહેલાં BRICSના નાણામંત્રીઓ અને કેન્દ્રીય બેંકના ગવર્નરોએ પણ વૈશ્વિક નાણાકીય સંસ્થાઓમાં વધુ પ્રતિનિધિત્વ અને પારદર્શિતાની માગ કરી હતી.
બ્રિકસની સૌથી મોટી તાકાત તેની વિશાળ વસ્તી, મોટું બજાર અને આર્થિક ક્ષમતા છે. વર્તમાન 11 સભ્યો મળીને વિશ્વની આશરે અડધી વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે. વૈશ્વિક અર્થતંત્રમાં બ્રિક્સ દેશનો હિસ્સો લગભગ 40 ટકા હિસ્સો જેટલો છે. વૈશ્વિક વેપારમાં પણ BRICSનો હિસ્સો અંદાજે 26 ટકા છે. BRICSના દેશો ઊર્જા, તેલ, ગેસ, ખનિજ, કૃષિ, ઉત્પાદન, ટેક્નોલોજી વગેરેમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. ચીન મેન્યુફેક્ચરિંગ અને ઇલેક્ટ્રોનિક્સ આગળ પડતો દેશ છે તો ભારત IT, દવાઓ અને ડિજિટલ પેમેન્ટમાં આગળ છે. રશિયા ઊર્જા અને ખનિજોમાં, બ્રાઝિલ કૃષિ અને ખાદ્ય ઉત્પાદનમાં જ્યારે સાઉદી અરેબિયા અને UAE ઊર્જા તથા નાણાકીય ક્ષેત્રમાં આગળપડતા દેશ છે. BRICSની વધતી તાકાતને G7ની સામે પણ જોવામાં આવી રહી છે. G7માં અમેરિકા, કેનેડા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઇટાલી અને જાપાન જેવા વિકસિત દેશો છે. જ્યારે BRICSનું કેન્દ્ર ઉભરતી અર્થવ્યવસ્થાઓ છે. PPPના આધારે BRICSનો વૈશ્વિક GDP હિસ્સો G7 કરતાં વધુ છે. BRICS હજુ G7 જેટલું એકસમાન રાજકીય જૂથ નથી. સભ્ય દેશોના હિતો અને વિદેશ નીતિમાં મોટો તફાવત છે.
દિલ્હીની બેઠકમાં વેપાર, વૈશ્વિક શાસન, ડિજિટલ પેમેન્ટ, સપ્લાય ચેઇન, સ્ટાર્ટઅપ, પર્યાવરણ અને વિકાસ જેવા મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ છે... આ સાથે મધ્યપૂર્વ અને યુક્રેન જેવા ભૂરાજકીય મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ છે.. ભારત માટે ખાસ મહત્વની બાબત એ છે કે BRICSને માત્ર પશ્ચિમ વિરોધી મંચ બનાવવાને બદલે વૈશ્વિક દક્ષિણના દેશોની આર્થિક અને રાજદ્વારી શક્તિ વધારવાના પ્લેટફોર્મ તરીકે આગળ ધપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જોકે ઇરાન અને UAE વચ્ચેના વર્તમાન તણાવ સહિતના મતભેદો BRICSની એકતા માટે પડકાર પણ છે.
----- બ્યૂરો રિપોર્ટ, જીએસીટીવી

