VIDEO: નવી દિલ્હીમાં મળેલી બ્રિક્સ શિખર પરિષદમાં સંયુક્ત ઘોષણાપત્ર અપનાવાયું
સોર્સ : gstv
બ્રિક્સ શિખર સંમેલનના પ્રથમ દિવસે તમામ સભ્ય દેશોની સર્વસંમતિથી નવી દિલ્હી ઘોષણાપત્ર જાહેર કરવામાં આવ્યું છે, જેના પ્રસ્તાવો સામે કોઈ દેશે વાંધો ઉઠાવ્યો નથી. આ સંમેલનમાં અમેરિકા દ્વારા લાદવામાં આવેલા એકપક્ષીય ટેરિફ પર ઊંડી ચિંતા વ્યક્ત કરાઈ, કારણ કે તે વિશ્વ વેપાર સંસ્થાના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરે છે. આ બેઠક દરમિયાન વૈશ્વિક બજારને ફરીથી ધમધમતું કરવા અને તેને પુનર્જીવિત કરવાની આવશ્યકતા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આ તમામ મહત્વપૂર્ણ વૈશ્વિક મુદ્દાઓ પર તમામ સભ્ય દેશો વચ્ચે એકમત સધાયો છે.

