Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પંચમહાલ : Solving the problem of years old raw road on Bamroli Road in Godhra, foundation stone of innovation

VIDEO: ગોધરાના બામરોલી રોડ પર વર્ષો જૂની કાચા રસ્તાની સમસ્યા હલ, નવીનીકરણનું ખાતમુહૂર્ત

Timeછેલ્લું અપડેટ : 12 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગોધરાના બામરોલી રોડ પર આવેલી કોમર્સ કોલેજ અને ગાયત્રીનગર સહિતની આંતરિક સોસાયટીઓના કાચા રસ્તાઓની વર્ષો જૂની સમસ્યાનો હવે અંત આવ્યો છે. લાંબા સમયથી હાલાકી ભોગવતા સ્થાનિકોની માંગને ધ્યાનમાં રાખીને આંતરિક રસ્તાઓના નવીનીકરણ અને પાકા રસ્તા બનાવવાની કામગીરીનું સત્તાવાર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ગોધરા APMC ચેરમેન માલવદીપસિંહ રાઉલજી, કે.ટી. પરીખ સહિતના નગરસેવકો અને મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. રસ્તાનું કામ શરૂ થતાં જ બામરોલી રોડની આ સોસાયટીઓમાં પાકા રસ્તાની સુવિધા મળવાની ખુશીમાં સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.

App Store