Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પંચમહાલ : Anger against issues including roads and water in Godhra's Isrodia

VIDEO: ગોધરાના ઈસરોડીયામાં રોડ-રસ્તા, પાણી સહિતના પ્રશ્વનો સામે રોષ

Timeછેલ્લું અપડેટ : 19 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગોધરા તાલુકાના ઈસરોડીયા ગામમાં રોડ-રસ્તા અને પાણી સહિતના વિવિધ પ્રશ્નોને લઈને ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ચોમાસામાં વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ગામના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ R&B વિભાગ દ્વારા રોડ ઊંચા કરવામાં આવ્યા બાદ પાણી ભરાવાની સમસ્યા વધુ ગંભીર બની છે. અગાઉ અનેક વખત રજૂઆતો કરવા છતાં સમસ્યાનું કાયમી નિરાકરણ ન આવતા સ્થાનિકોમાં નારાજગી વધી છે. ગ્રામજનોએ તંત્ર સમક્ષ વરસાદી પાણીના નિકાલ સહિતની સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ લાવી લોકોને હાલાકીમાંથી રાહત આપવાની માંગ કરી છે.

App Store