VIDEO: ગોધરાના ઈતિહાસમાં પ્રથમ વખત ગણેશ આગમનમાં ઉમટ્યું અભૂતપૂર્વ માનવ મહેરામણ
સોર્સ : gstv
પંચમહાલ જિલ્લાના ગોધરાના ઈતિહાસમાં સૌપ્રથમ વખત ગણેશ ઉત્સવ નિમિત્તે બાપ્પાના ભવ્ય આગમનમાં અકલ્પનીય માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. ગોધરાના સમ્રાટ તરીકે ઓળખાતા શ્રી ભાટવાડા નવયુવક મંડળ દ્વારા શ્રીજી બાપ્પાની પ્રતિમાનું ભવ્યાતિભવ્ય આગમન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમગ્ર શહેર “ગણપતિ બાપ્પા મોરિયા”ના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યું હતું અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ભાટવાડા નવયુવક મંડળના આ આગમન દ્રશ્યને નિહાળવા માટે રસ્તાઓ પર જનમેદની ઉમટી પડી હતી. શ્રીજીની આ ઐતિહાસિક અને અદભુત આગમન યાત્રાએ ગોધરા શહેરમાં ભવ્યતાનો એક નવો કીર્તિમાન અને ઈતિહાસ રચ્યો છે.

