Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Vote is stolen, MLA is broken yet why do you fight?, the accusation against the opposition of the Kokroj party

વોટ ચોરી થાય છે, MLA તૂટે છે છતાં કેમ લડો છો?, કોકરોજ પાર્ટીના વિપક્ષ પર આરોપ

Timeછેલ્લું અપડેટ : 25 Sept 2026
લાઇવ ટીવીGoogle News
વોટ ચોરી થાય છે, MLA તૂટે છે છતાં કેમ લડો છો?, કોકરોજ પાર્ટીના વિપક્ષ પર આરોપ
સોર્સ : gstv

કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજિત દીપકેએ વિપક્ષી પક્ષોની ભૂમિકા સામે આકરા પ્રહારો કર્યા છે. દીપકેએ શુક્રવારે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે વિપક્ષને માત્ર પોતાનું રાજકીય અસ્તિત્વ ખતમ થઈ જવાનો ડર સતાવી રહ્યો છે, અને આ જ ડરના કારણે તેઓ જાણીજોઈને ગોટાળાવાળી ચૂંટણીઓમાં ભાગ લઈ રહ્યા છે.

App Store

વિપક્ષ ચૂંટણીનો બહિષ્કરે કરે: દીપકે


અભિજિત દીપકેએ કહ્યું કે, ચૂંટણીઓમાં ગેરરીતિ થઈ રહી છે. પરંતુ જ્યારે તમે ગેરરીતિવાળી ચૂંટણીઓમાં સતત ભાગ લેતા રહો છો, ત્યારે તમે વાસ્તવમાં આ ચૂંટણીઓને માન્યતા આપો છો. તમે એ ભ્રમ જાળવી રાખવામાં મદદ કરી રહ્યા છો કે આ ચૂંટણીઓ એકદમ નિષ્પક્ષ રીતે થઈ રહી છે. કદાચ તમે એટલા માટે ચૂંટણી લડી રહ્યા છો કારણ કે તમને ડર છે કે જો તમે આમ નહીં કરો, તો તમારું અસ્તિત્વ જ ખતમ થઈ જશે. જ્યારે ખુલ્લેઆમ વોટ ચોરી થઈ રહ્યા છે, તમારા ધારાસભ્યો અને સાંસદો તોડવામાં આવી રહ્યા છે અને તમારી આખી પાર્ટીઓના ભાગલા પડી રહ્યા છે, ત્યારે તમે કેવા પ્રકારનું અસ્તિત્વ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છો? આ કંઈ રાજકીય અસ્તિત્વ બચાવવું નથી. તમે માત્ર એવી સિસ્ટમનો હિસ્સો બની રહેવા માંગો છો જે તમને જ સતત નબળા કરી રહી છે. આ રીતે તમે ક્યાં સુધી ટકી શકશો?

ફિક્સ્ડ મેચની જેમ જ જાણીજોઇને અમુક ચૂંટણીમાં વિપક્ષની જીત બતાવવામાં આવે છે: દીપકે


દીપકેએ વધુમાં કહ્યું કે, વિપક્ષે પોતાની રાજકીય ચિંતા છોડીને સ્પષ્ટ વલણ લેવું પડશે. જ્યારે ખબર જ છે કે રમત પક્ષપાતી છે, ત્યારે તે રમતમાં ભાગીદાર બનીને તેને માન્યતા આપવાનું બંધ કરવું જોઈએ. પોતાના હિતો કરતાં પહેલાં દેશ અને લોકશાહી વિશે વિચારીને આવી ચૂંટણીઓનો સીધો બહિષ્કાર કરવો જોઈએ. જેવી રીતે કોઈ ફિક્સ્ડ મેચમાં દરેક કેચ છોડવામાં નથી આવતો, કેટલાક કેચ પકડવામાં પણ આવે છે અને મુકાબલાને જાણીજોઈને છેલ્લી ઓવર સુધી લઈ જવામાં આવે છે જેથી લોકોને લાગે કે આ એક રોમાંચક અને નજીકની ટક્કર હતી. બરાબર એ જ રીતે તમે અમુક જૂજ જગ્યાઓ પર ચૂંટણી જીતી જાઓ છો. આનાથી સામાન્ય લોકોને એવો ભરોસો અપાવવામાં આવે છે કે આ ખરેખર એક સાચો અને નિષ્પક્ષ મુકાબલો હતો.

તમને ડર છે કે ચૂંટણી ન લડવાથી તમારું અસ્તિત્વ સમાપ્ત થઈ જશે’
 
CJPના સ્થાપકે લખ્યું છે કે વિરોધ પક્ષો કદાચ એ ડરથી ચૂંટણી લડી રહ્યા છે કે ચૂંટણીથી દૂર રહેવાથી તેમનું રાજકીય અસ્તિત્વ ખતમ થઈ જશે. જોકે, જો મતની ચોરી, ધારાસભ્યો અને સાંસદોના પક્ષપલટા અને પક્ષમાં ભાગલા પડવાનું જોખમ યથાવત રહેતું હોય, તો આવા રાજકીય અસ્તિત્વને જાળવી રાખવાનો શું અર્થ છે? દીપકે લખ્યું, "આ રાજકીય અસ્તિત્વ બચાવવાની લડાઈ નથી. તમે માત્ર એવી વ્યવસ્થામાં ટકી રહેવાનો પ્રયાસ કરી રહ્યા છો જે તમને નબળા પાડી શકે છે, તમારા પક્ષમાં ભાગલા પાડી શકે છે અથવા જ્યારે ઈચ્છે ત્યારે તમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને છીનવી શકે છે. તમે આ રીતે ક્યાં સુધી ટકી શકશો?"

‘ચૂંટણીમાં થતી ગેરરીતિઓ અંગે વિવિધ રાજ્યોમાં એકસમાન વલણ કેમ નથી?’

દીપકે વિરોધ પક્ષોના બેવડા ધોરણો પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે દલીલ કરી હતી કે ચૂંટણીમાં ગેરરીતિનો મુદ્દો માત્ર એવા રાજ્યો પૂરતો સીમિત ન રહેવો જોઈએ જ્યાં વિરોધ પક્ષોના રાજકીય હિતો દાવ પર લાગેલા હોય. તેમના મતે, જો ખરેખર ચૂંટણીમાં ગેરરીતિ થતી હોય, તો આ મુદ્દો દરેક રાજ્ય અને દરેક રાજકીય પક્ષ માટે સમાન રીતે મહત્વપૂર્ણ હોવો જોઈએ. તેમણે ધ્યાન દોર્યું કે એક તરફ વિરોધ પક્ષો ચૂંટણી પ્રણાલી પર સવાલ ઉઠાવે છે અને તેને ‘પહેલેથી નક્કી કરેલી’ (ફિક્સ્ડ) ગણાવે છે, છતાં બીજી તરફ તેઓ એ જ વ્યવસ્થા હેઠળ ચૂંટણીમાં ભાગ પણ લે છે. દીપકના મતે, આ પ્રકારની ભાગીદારી જ કથિત રીતે ગેરરીતિવાળી ચૂંટણીઓને કાયદેસરતા બક્ષવાનું કામ કરે છે.
ટોપિક્સ:GSTV NewsGujarati News