VIDEO: રાહુલ ગાંધીના ચૂંટણી પંચ પર પ્રહારો: કહ્યું: વોટની ચોરી બંધારણ પર હુમલો અને દેશદ્રોહ
સોર્સ : gstv
ચૂંટણી પંચના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અંગે થયેલા ખુલાસા બાદ વિપક્ષે ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગણી મજબૂત કરી છે. અનેક વિપક્ષી નેતાઓની સોશિયલ મીડિયા પોસ્ટ બાદ હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક વિડિયો શેર કરીને ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે વિડિયો દ્વારા આકરી પ્રતિક્રિયા આપતા સ્પષ્ટ કહ્યું કે તમે જે કરી રહ્યા છો તે સંપૂર્ણપણે ખોટું છે. આ ઉપરાંત તેમણે લખ્યું કે વોટની ચોરી દેશના લોકો સામેનો મોટો અપરાધ છે અને ભારતના સંવિધાન પર સીધો હુમલો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે આ કૃત્ય અંજામ આપનાર ભાજપ, આરએસએસ અને ચૂંટણી પંચે દેશદ્રોહનું કામ કર્યું છે અને લોકોને ઇનસાફ ચોક્કસ મળશે.

