Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO:Crime Scene Reconstruction with Sia Goyal in Lohagarh

VIDEO:લોહાગઢમાં સિયા ગોયલ સાથે ક્રાઇમ સીન રિકન્સ્ટ્રક્શન

Timeછેલ્લું અપડેટ : 28 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પુણેના કેતન અગ્રવાલ મર્ડર કેસમાં પોલીસે તપાસને આગળ વધારતા મુખ્ય આરોપી સિયા ગોયલને આજે લોહાગઢ કિલ્લા ખાતે ક્રાઇમ સીન પર લઈ જઈ સીન રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. પોલીસે સિયાના જણાવ્યા મુજબ ઘટના સ્થળ સુધીનો માર્ગ અને સમગ્ર ઘટનાક્રમ ફરીથી તપાસ્યો. આ દરમિયાન કેતનના વજન જેટલા ડમીનો ઉપયોગ કરીને તેને કયા સ્થળેથી અને કેવી રીતે ખીણમાં ધકેલવામાં આવ્યો હોવાની સંભાવનાની ચકાસણી કરવામાં આવી. સીન રિકન્સ્ટ્રક્શન દરમિયાન સિયાનું ચહેરું ઢાંકવામાં આવ્યું હતું અને પોલીસની કડક સુરક્ષા વચ્ચે કાર્યવાહી હાથ ધરાઈ હતી. ડીએસપી ગજાનન ટોમ્પેએ જણાવ્યું કે સિયાના નિવેદનના આધારે ઘટનાનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે. હવે તપાસના આગામી તબક્કામાં આરોપી ચેતન ચૌધરીને પણ ક્રાઇમ સ્પોટ પર લઈ જઈ સીન રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે.

App Store