Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO: Wave of change in Bengal! Dilip Ghosh shouts, "Mamata government's time is over now"

VIDEO: બંગાળમાં પરિવર્તનની લહેર! દિલીપ ઘોષનો હુંકાર, "મમતા સરકારનો સમય હવે પૂરો થઈ ગયો છે"

Timeછેલ્લું અપડેટ : 04 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના પરિણામોના વલણોમાં ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ બહુમતી તરફ આગળ વધી રહી હોય તેમ જણાય છે. આ પરિસ્થિતિ વચ્ચે ભાજપના કદાવર નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષે જીતનો પ્રચંડ દાવો કર્યો છે. તેમણે આત્મવિશ્વાસ સાથે જણાવ્યું છે કે રાજ્યમાં હવે મમતા બેનર્જીની સરકારનો સમય પૂરો થઈ ગયો છે અને જનતાએ પરિવર્તનનો મિજાજ સ્પષ્ટ કરી દીધો છે.

App Store

વૈચારિક વિજય અને પિતૃઋણ
ભાજપ માટે બંગાળની આ જીત માત્ર સત્તા પરિવર્તન નથી, પરંતુ તેને પક્ષના સ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી પ્રત્યેનું 'પિતૃઋણ' અદા કરવા સમાન ગણવામાં આવી રહ્યું છે. 75 વર્ષના લાંબા ગાળા બાદ શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મભૂમિ પર પ્રથમ વખત ભાજપ પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવવા જઈ રહ્યું છે. ચૂંટણીના વલણો મુજબ ભાજપ 190થી વધુ બેઠકો જીતી રહી હોય તેમ લાગે છે, જ્યારે TMC 100થી ઓછી બેઠકો પર સમેટાઈ રહી છે.

સાંસ્કૃતિક રાષ્ટ્રવાદનો વિજય
દિલીપ ઘોષ અને ભાજપના અન્ય નેતાઓ માને છે કે બંગાળની જનતાએ તે 'સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ'ને સ્વીકારી લીધો છે જેનો પાયો દાયકાઓ પહેલા નાખવામાં આવ્યો હતો. પીએમ મોદીની રેલીઓ અને બૂથ સ્તરના કાર્યકરોની મહેનતે બંગાળના મધ્યમ વર્ગ અને ગ્રામીણ વસ્તીને આકર્ષવામાં સફળતા મેળવી છે. દિલીપ ઘોષના મતે, મમતા બેનર્જીની 15 વર્ષ જૂની સરકારની વિદાય હવે અનિવાર્ય છે અને ભાજપના 'કમળ'ના સિપાહીઓ રાજ્યમાં નવા યુગની શરૂઆત કરશે.