VIDEO/ પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ ખાતે વટ સાવિત્રી વ્રતની ધામધૂમથી ઉજવણી
સોર્સ : GSTV
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં વટ સાવિત્રી વ્રતના પવિત્ર અવસરે ત્રિવેણી સંગમ ખાતે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડી હતી. સેંકડો પરિણીત મહિલાઓ અને ભક્તોએ ગંગા, યમુના અને સરસ્વતીના પવિત્ર સંગમ સ્થાને આસ્થાની ડૂબકી લગાવી હતી. આ પવિત્ર સ્નાન બાદ મહિલાઓએ પરંપરાગત પૂજા-અર્ચના કરી વટવૃક્ષની પ્રદક્ષિણા કરી હતી અને પોતાના પતિના દીર્ઘાયુ તેમજ પરિવારના સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. સંગમ તટ પરથી ભક્તિમય માહોલના સુંદર દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં પ્રશાસન દ્વારા સુરક્ષા અને ભક્તોની સુવિધા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

