VIDEO/ પ્રયાગરાજના ઘાટ પર ભક્તોનું ઘોડાપૂર, ગંગા સ્નાન અને દાન-પુણ્યથી ગુંજી ઉઠ્યું સંગમ તટ
સોર્સ : GSTV
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં અક્ષય તૃતીયાના પર્વે આસ્થાનું ઘોડાપૂર ઊમટ્યું હતું. વહેલી સવારથી જ હજારો શ્રદ્ધાળુઓએ પવિત્ર ત્રિવેણી સંગમમાં સ્નાન કરી અક્ષય પુણ્યનું ભાથું બાંધ્યું હતું. પૌરાણિક માન્યતા મુજબ આ દિવસે ગંગા સ્નાનનું વિશેષ મહત્વ હોવાથી ઘાટ પર ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. ભીડને પહોંચી વળવા વહીવટીતંત્ર દ્વારા સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત સાથે પોલીસ અને સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.

